ટંકારા: ભૂગર્ભ ગટર પ્રકરણમાં વિરોધનો ઉભરાળો
By Jayesh Bhatasaniya -Tankara ટંકારા મકાન માલિકો ઉપર તો ભૂગર્ભ ગટરના વેરાનો ઠરાવ કર્યો પણ દબાણ કરેલા કે નથી નોંધાયેલા મકાનોના કનેક્શન વપરાશકર્તાનો વેરો પણ રહીશોને ભરવાનો? ટંકારા પંચાયત પાસે કોઈ આંકડાકીય માહિતી ખરી કે ગટર ના કેટલા કનેક્શન છે. ક્યાં ક્યાં ફિટ કર્યા છે.? મહિલા સરપંચ નિશાબેન નગરજનોના નિશાના પર. ગટર નો મુદ્દો શહેર મા ટોપ ઓફ ધ ટાઉન.
ટંકારા ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલા વેરાના ઠરાવ પર સવાલો સાથે વિરોધ થઈ રહો છે. ટંકારા વિસ્તાર અને વસ્તીની દ્રષ્ટિએ વિશાળ હોય દબાણકારો કે અન્ય ચોપડે ન ચડેલા મિલકત માલિકો પણ ભૂગર્ભ ગટરનું કનેક્શન ધરાવતા હોય છતાં પંચાયતે તેના પર કોઈ કાર્યવાહી કરવા ના બદલે વેરા મુકતી અભિયાન ચલાવ્યું હોય એવો ધાટ ધડાયો છે દબાણો કરી ને કનેકશન ધરાવતા ઉપર કોઈ કર ન લગાડી નોંધાયેલા મકાનો પર વધુ ભારણ વધાયુ છે સાથે દબાણ હેઠળ ના મકાનો અને અન્ય ગામોના કનેકશન બાબતે કોઈ સ્પષ્ટતા ન કરતા મહિલા સરપંચ પર વહિવટી કામગીરી ને લઈને અનેક સવાલો ઉભા થયા છે. સાથે ટંકારા ના રહીશો એ પણ જાણવા માગે છે કે ભૂગર્ભ ગટરની કેટલી કુડી મળી હતી તેમાંથી કેટલી કંયા કયા ફિટ કરવામાં આવી છે તેની ચર્ચા ગ્રામ સભાના રૂપમાં કરવા માંગ ઉઠી છે.
હાલ તો જે દબાણ કરતા દ્વારા પંચાયત ની જગ્યા પર દબાણ કરીને કુડી પણ મેળવી છે અને કુંડી વાપરી પણ રહ્યા છે એના વેરા પણ નોંધાયેલા મકાન માલિકે ભરવાના? ટંકારા ફાગવેલ કુંડી બિજા ગામે ફીટ કરી દેવામાં આવી છે તો એનો વેરો કોણ અને કઈ રીતે વસૂલ કરશે? જેવા અનેક સવાલો ભૂગર્ભ ગટર પર ઉઠી રહા હોય આ મુદ્દો ઠંડી ની મોસમ મા ગરમી પકડી રહો છે અને જીલ્લા આખામાં ટોપ ઓફ ધ ટાઉન બન્યો છે.