ટંકારામાં અનેક દુકાનોને નિશાન બનાવી ચોરી કરનાર બે ઝડપાયા, મુદામાલ રીકવર
ટંકારા પંથકમાં એકી સાથે સત્તર જેટલી દુકાનોમાં ચોરીની ઘટના બની હોય જે બનાવ મામલે તપાસ ચલાવતા એલસીબી ટીમે બે ઈસમોની ધરપકડ કરીને ચોરીનો મુદામાલ રીકવર કર્યો છે જયારે દુકાનોમાં ચોરી ઉપરાંત મોટર સાયકલ ચોરીના ગુન્હાનો પણ ભેદ ઉકેલાયો છે.
ટંકારામાં લતીપર રોડ પર પાટીદાર ચેમ્બરમાં મોબાઈલ દુકાનો અને અન્ય દુકાનમાંથી મોબાઈલ, રોકડ રકમ સહિતની ૧.૯૫ લાખના મુદામાલની ચોરી તેમજ સોસાયટીમાંથી એક મોટરસાયકલ ચોરીની ફરિયાદ નોંધાઈ હતી જે બનાવ મામલે એસ આર ઓદેસરાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ વી બી જાડેજાની ટીમ સઘન વોચમાં હોય અને ચોરીના મોબાઈલ ફોન વેચવા બે ઈસમો આવવાના હોય જેથી નવા બસ સ્ટેન્ડ પાસેથી આરોપી મુકેશ મથુર માનસિંગ સંગાડા (ઉ.વ.૨૦) રહે મૂળ દાહોદ હાલ મોડપર ગામની સીમમાં અને પંકજ વીરસીંગ માલજી ડામોર (ઉ.વ.૨૨) રહે મૂળ દાહોદ વાળાને ઝડપી લેવાયા છે જયારે અન્ય આરોપી કૈલેશ પેનો વસુંનીયા રહે દાહોદ વાળાનું નામ ખુલ્યું છે.
બે ઇસમોને ઝડપી લઈને સઘન પૂછપરછ કરતા આરોપીઓએ ટંકારા પંથકમાં થયેલ ચોરીની અને મોટરસાયકલ ચોરીની કબુલાત આપી હતી અને એલસીબી ટીમે આરોપીની ધરપકડ કરીને આરોપી પાસેથી વિવિધ કંપનીના ૧૨ મોબાઈલ કીમત રૂ ૧,૧૦,૪૫૯, રોકડા ૧૭ હજાર અને મોટરસાયકલ જીજે ૦૩ એફએસ ૦૨૩૧ કીમત રૂ ૨૦ હજાર સહીત કુલ રૂ ૧,૪૭,૪૫૯ ની કિમતનો ચોરી થયેલ મુદામાલ રીકવર કરાયો છે ઝડપાયેલા આરોપી મુકેશ ધાનપુર ખાતે સ્કૂલ ચોરીમાં અને પંકજ પડધરીમાં અપહરણના ગુન્હામાં ઝડપાઈ ચૂકયા છે