ટંકારા: ભૂગર્ભ ગટરના વેરા વસૂલવાના ઠરાવને લઈ શહેરમાં ભરશિયાળે ગરમાવો..!!

By Jayesh Bhatasaniya -Tankara ટંકારા ગ્રામ પંચાયતે ભૂગર્ભ ગટર બાબતે સામ સામે બાંયો ચડાવી તે ઉતરી ગઈ? કોઈ સમાધાન કે સવાલોના જવાબ વગર ભુગર્ભ સ્વીકારી લીધી હોય તેમ મહિલા સરપંચ નિશા ત્રિવેદીની પેનલના વેરાના ઠરાવ પર અનેક સવાલો ઉભા થયા. વેરો ભરવાની ગ્રામજનોની ચોખ્ખી ના પેલા ભૂગર્ભના સવાલોના જવાબ પછી દુવિધા માટેની સગવડને પછી જ વેરો મહિલા સરપંચના પતિ અને હો હો કરનારા સહિત ભૂગર્ભ સામે વિરોધ કરનારનુ ભેદી મૌન.

ટંકારા ભૂગર્ભ ગટરના વેરા વસૂલવાના ઠરાવને લઈ શહેરમાં ભરશિયાળે ગરમાવો જોવા મળી રહ્યો છે અને મહિલા સરપંચની કામગીરી ઉપર અનેક સવાલો અને આંગળી ઉઠી રહી છે વાત જાણે એમ છે કે ટંકારા ગ્રામ પંચાયતે છેલ્લા ત્રણેક વર્ષથી કાર્યરત અર્બન ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ કાર્યરત ભૂગર્ભ ગટરની સુવિધા માટે શહેરમાં મકાન ધરાવતા મિલકત માલિકો ઉપર નવા વેરા વર્ષથી રૂપિયા 200 નું ભારણ વધારેલ હોય જેમની જાહેર નોટીસ લગાવતા નગરજનોએ રીતસરનું બંડ પોકાર્યું છે. સામે આવી વિરોધ નોંધાવી રહ્યા છે.

આ બાબતે નગરજનોએ ટંકારા તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતને આ બાબતે કોઈ અમલવારી ન કરવા અને જ્યાં સુધી મિલકતધારકોને સાંભળવામાં ન આવે ત્યાં સુધી ભુગર્ભ હેઠળ કોઈ વેરો ના લાદવા લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. ભુગર્ભને લઈ અનેક સવાલો ઊભા કરનાર ઉપર પણ હાલ સવાલો ઉભા થઇ રહ્યા છે સાથે વિદ્યાર્થી એકતા સંગઠન આ સમગ્ર મામલામાં ઝંપલાવતા આગામી દિવસોમાં અનેક ધડાકા પણ સામે આવશે.

આ સમાચારને શેર કરો