ટંકારા: ગ્રામ પંચાયતની ચૂંટણી ટાણે વિજેતા થયેલ વિરૂઘ્ધનો ધૂંધવાટ શુક્રવારે બોમ્બ બની ફૂટયો!

બે વર્ષ સુધી વિકાસ કામોમાં વિરોધ વિના સહિ સલામત કે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ હતી?

ટંકારા તાલુકાની સૌથી મોટી ગણાતી ગ્રામ પંચાયત ખાતે ગત 22 ડિસેમ્બર ને શુક્રવારે એજન્ડા મુજબ સામાન્ય સભા મળી હતી. એજન્ડાગમા સમાવિષ્ઠ સામાન્ય બજેટ રજુ થતા જ આગોતરી તૈયારી સાથે આવેલા સરપંચ વિરોધ જુથના સભ્યોએ ગોઠવણ મુજબ વિરોધ કરી તમામ મુદ્દાઓ જેમા આગોતરું બજેટ સહિત ના મંજુર કર્યુ હતુ. સાથે તમામ રજુ થયેલ પ્રકરણો પણ હોબાળો મચાવી બહુમતી ના જોરે ના મંજુર કરતા સરપંચ ગોરધનભાઈ ખોખાણીના પગ નીચેથી જમીન ખસકી ગઈ હતી. અને બધી મિટીંગ મા થતી કાર્યવાહી થી વિપરીત કાર્યવાહી થતાં સભ્યો પણ ચોકી ઉઠયા હતા. અને સરપંચ પેનલનો એક સભ્ય ગેરહાજર રહેતા તમામ ખેલ ખુલ્લો થઈ ગયો હતો.

તા:- ૨૨/૧૨/૨૦૨૩ પંચાયતની સામાન્ય મીટીંગમા (૧) ગત બેઠકની કાર્યવાહી નોંધને બહાલી આપવા બાબત (૨) આવક-જાવકના હિસાબોને બહાલી આપવા બાબત (૩) આવેલા બીલો મંજુર કરવા બાબત (૪) આવેલ અરજીઓનો નિર્ણય કરવા બાબત (૫) ગ્રામ પંચાયત કચેરી ખાતે ફરજ બજાવતા કર્મચારીઓને બોનસ આપવા બાબત (૬) સહીના નમુના બદલવા બાબત (૭) સને ૨૦૨૪-૨૫ નુ અંદાજપત્રક મંજુર કરવા બાબત (૮) મહેસુલ વસુલાત ક્લાર્કની ભરતી કરવા બાબત (૯) અધ્યક્ષ સ્થાનેથી રજુ થતા કામો તથા પ્રશ્નો આ મુદાઓ પર ગ્રામ પંચાયત ટંકારાની સામાન્ય મીટીંગ મળેલ જેમા રશિકભાઈ દુબરીયા, કનુભાઈ ઝાપડા, સલિમભાઈ માડકીયા, મકબુલ ચૌધરી, બિલકિસબેન, શા બિલકિસબેન ઈકબાલભાઈ અને રોશનબેન આમદભાઈ એમ 7 સભ્યો એ તમામ મુદ્દાઓ પર ચર્ચા ન કરી અગાઉ નક્કી કર્યા મુજબ ના મંજુરી માટે મત આપ્યો હતો. જ્યારે સરપંચ ગોરધનભાઈ ખોખાણી, ઉપ સરપંચ નિર્મળાબેન ચાવડા, મિનાબેન ચૌહાણ, શોભનાબેન ઝાપડા, દામજીભાઈ ધેટીયા અને મિનાબેન મહેતા એ સામાન્ય સભામાં મુકેલા મુદાઓ માટે હકારમાં મત આપો હતો. પરંતુ સતાપક્ષને 6 મત મળ્યા હતા જેથી એજન્ડા નામંજુરની મહોર લાગી હતી.

હવે સમગ્ર વાત ઉપર અનેક સવાલો ઉભા થયા છે આવુ થવાના કારણે પણ ઓટલા પરીસદમા અનેક તર્ક વિતર્કો થઈ રહ્યા છે તો જાતીવાદ અને સભ્યોના સુચનો એના વિસ્તારમાં કામ સહિતના મુદાઓ હાલ ટોપ ઓફ ધ ટાઉન બની છે. જે હવે આગામી દિવસોમાં ભારે રાજકીય રંગ પણ લાવવામાં આવશે અને અનેક નેતાઓ આ બાબતે ઈનવડ થઈ ને અલગ અલગ મંતવ્યો પણ મુકશે. અત્રે ઉલ્લેખનીય છે કે ધણા વર્ષો સુધી પંચાયત મા સતા ઉપર રહેલા સમુહ ફરી એકવાર પંચાયત મા પગદંડો જમાવવા જહેમત ઉઠાવી રહા હોય ગત દિવસોમાં બનેલ ધટનાઓ પણ આ માટે જવાબદાર છે કે લવ જેહાદ અશાંત ધારો અને વિકાસ ની વાત સહિતના પશ્ર્નો થકી ટાઉનમાં રાજકીય ગરમાવો લાવી દીધો છે.

આ સમાચારને શેર કરો