ટંકારા: એફ્પો સંસ્થા અને રેન્જ ફોરેસ્ટ દ્વારા વિના મૂલ્યે ૧૧૦૦ રોપાનું વિતરણ કર્યુ.
એફ્પો સંસ્થા અને ટંકારા રેન્જ ફોરેસ્ટ વિભાગ ને સાથે સંકલન કરી વુક્ષો નુ વાવેતર અને વિતરણ કરવા નો કાર્યક્રમ 11/7/2020 ને શનિવારે સવારે ૯ થી યોજવામાં આવ્યો હતો . જે ટંકારા ના શાક માર્કેટ પાસે દયાનંદ સરસ્વતી ચોક ખાતે એકજ કલાક મા ૧૧૦૦ રોપા ટંકારા વાસી રોપણ કરવા લઈ ગયા હતા.
ટંકારા રેન્જ ફોરેસ્ટ વિભાગ ના અધિકારી કુડારીયા સાહેબે જણાવ્યું હતું કે દરેક વ્યક્તિ પર્યાવરણ માટે જાગૃતિ આવે એવા હેતુ થી ફળાઉ ઔષધિ મુળ વાળા અને ફુલ ના રોપા વિતરણ કરવામાં આવ્યા હતા ટંકારા INGJ pu 78 એફ્પો સંસ્થા ના મેનેજર કિમ્પલ દેત્રોજા અને ફિલ્ડ ફેસીલેટર બાયોડાયવરસી ને લઈને ટંકારા મા કામ કરી રહ્યા છે જે આગામી દિવસોમાં ખેડુતો ના ખેતરે પણ વુક્ષારોપણ કરશે.