જામનગર GPCBનાં અધિકારી પર ACBના સકંજામાં, 5 લાખથી વધુની રોકડ સાથે ઝડપાયા ક્લાસ વન અધિકારી 

જામનગર GPCBનાં કલાસ વન ઓફિસર બી.જી.સુતરેજા ACBનાં સકંજામાં સપડાયા છે. તેમની પાસેથી એસીબીના સર્ચ દરમિયાન 5 લાખથી વધુની રોકડ રકમ મળી આવી હતી.

આ અંગે જાણવા મળ્યાનુસાર બી.જી.સુતરેજા પર છેલ્લા એક મહિનાથી ACB દ્વારા વોચ રાખવામાં આવી રહી હતી. તેવામાં ACBએ ગત મોડી રાત્રે જામનગરથી અમદાવાદ આવેલા અધિકારીની પુછપરછ કરી તેમની જડતી લીધી હતી. તે જ સમયે બી.જી.સુતરેજા પાસેથી લાખોની રોકડ રકમ મળી આવી હતી.

જણાવી દઈએ કે બી.જી.સુતરેજા ફરજ જામનગરમાં બજાવે છે અને તેઓ અમદાવાદમાં રહે છે. ACB ને બાતમી મળી હતી કે દર સપ્તાહે સુતરેજા લાખોની રકમ લઇને અમદાવાદ આવે છે. બાતમીને આધારે ACBએ ઓપરેશન હાથ ધર્યું હતું અને જેમાં બી.જી. સુતરેજા ઝડપાઈ ગયા. અત્રે ઉલ્લેખનીય છે કે કોઈ કલાસ વન ઓફિસર પાસેથી આટલી મોટી રોકડ રકમ મળી હોય તેવી આ પ્રથમ ઘટના છે.

આ મામલે હવે ACB અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કરશે. આ સાથે જ જામનગર GPCBનાં ઓફિસરની પણ પુછપરછ ચાલી રહી છે. ACBનાં આ ઓપરેશનથી સરકારી અધિકારી-કર્મીઓમાં ખળભળાટ મચી ગયો છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/JyR2V8hjS4LAPJZA65ZTwk

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો