Placeholder canvas

ટંકારા–ધ્રોલ હાઇવે બંધ કરાયો: જામનગર જનારને વાયા મિતાણા–નેકનામ ડાયવર્ટ કરાયા

ખાખરા ગામના પુલ ઉપર ભયજનક સપાટીએ પાણી વહ્યા

By જયેશ ભટાસણા – ટંકારા
ટંકારા : ટંકારા પંથકના છેવાડાના ગામોમાં સાંબેલાધારે વરસાદ પડવાને કારણે ટંકારા – ધ્રોલને જોડતા હાઇવે ઉપર ખાખરા પુલ ઉપર પાણી ભયજનક સપાટીએ પહોંચી જતા ટંકારા પોલીસે લતિપર ચોકડીએ બેરીકેટ લગાવી જામનગર તરફનો ટ્રાફિક ડાયવર્ડ કરાવ્યો છે.

મોરબીથી વાયા ટંકારા થઈ જામનગર જતી એસટી બસ અને અન્ય વાહનો માટે હાલમાં લતિપર ચોકડી ટંકારા ખાતેથી આવન-જાવન પોલીસે બંધ કરાવી દીધી છે. ટંકારા – ધ્રોલ હાઇવે ઉપર ખાખરાના પુલ ઉપર પુરના પાણી ફરી વળ્યાં હોવાથી પોલીસે ટ્રાફિક બંધ કરાવ્યો છે.

ટંકારા પીએસઆઇ બી.ડી.પરમારના જણાવ્યા મુજબ રોહિશાળા, નેકનામ સહિતના ઉપરવાસના ગામોમાં ભારે વરસાદને પગલે ખાખરાના પુલ ઉપર પાણીએ ભયજનક સપાટી વટાવતા ટંકારા – ધ્રોલ હાઇવે હાલમાં બંધ કરાવ્યો છે. અને જામનગર જવા માંગતા વાહનો વાયા મિતાણા, નેકનામ થઈ પડધરીથી જામનગર તરફ જઈ શકશે.

આ સમાચારને શેર કરો