Placeholder canvas

ટંકારામાં સખપર ગામે પુરના પ્રવાહમાં છ લોકો ફસાયા

By જયેશ ભટાસણા – ટંકારા
ટંકારા : ટંકારા પંથકમાં આજે બપોરે પછી ભારે વરસાદ પડ્યો હતો.તેથી જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ હતી.જેમાં ટંકારાના સખપર ગામે આવેલ મેલડી માતાના મંદિરે તાવો કરવા આવેલા, વાંકાનેર-થાન અને સ્થાનિક મળીને છ લોકો પાણીના પ્રવાહમાં તણાયા હોવાની ઘટના સામે આવી છે. આથી હાલ પોલીસ અને મામલતદાર ઘટનાસ્થળે દોડી જઈને બચાવની કામગીરી હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ ટંકારામાં આજે ભારે વરસાદ પડ્યો છે. તેથી ચારેકોર પાણી પાણી જેવી સ્થિતિ સર્જાઈ છે. દરમિયાન જાણવા મળતી વિગતો.મુજબ આજે ભારે વરસાદ વચ્ચે ટંકારાના સખપર ગામે આવેલા મેલડી માતાજીના મંદિરે થાન-વાંકાનેર અને સ્થાનિક શ્રધ્ધાળુઓ માતાજીનો તાવો કરવા ગયા હતા. ત્યારે ભારે વરસાદને પગલે સખપર ગામે આ મંદિરની પાસે ધસમસતા જળ પ્રવાહમાં તાવો કરવા આવેલા છ જેટલા લોકો ફસાઈ ગયા હતા.

આ બનાવની જાણ થતાં ટંકારા પોલીસ કાફલો અને મામલતદાર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.જો કે સખપર ગામે બપોરથી જ આ લોકો પાણીના પ્રવાહમાં ફસાયા છે અને પાંચેક કલાક થવા છતાં પાણી ન ઉતારતા આ લોકો હજુ ઉચક જીવે પાણીમાં ફસાયા છે. ત્યારે પોલીસ અને મામલતદારની ટીમ ઘટનાસ્થળે પહોંચી સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવીને બચાવની કામગીરી હાથ ધરાશે.

આ સમાચારને શેર કરો