ટંકારા: બંધને મિશ્ર પ્રતિસાદ : લતીપર ચોકડીએ દુકાનો બંધ

જય જગતાત..

ટંકારા શહેરની બજારોમાં બંધની મિશ્ર અસર, ટંકારા પોલીસના સઘન પેટ્રોલીગ વચ્ચે એકદમ શાંતિપૂર્ણ માહોલ

By Jayesh Bhatashna (Tankara) ટંકારા : ટંકારા તાલુકામાં ભારત બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. જો કે ટંકારાની લતીપર ચોકડીએ આવેલ તમામ દુકાનો બંધ રહી હતી. ટંકારા શહેરની બજારોમાં બંધની મિશ્ર અસર જોવા મળી હતી. ટંકારા પોલીસના સઘન પેટ્રોલીગ વચ્ચે એકદમ શાંતિપૂર્ણ માહોલ રહ્યો છે.

ટંકારા તાલુકામાં બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. જેમાં ટંકારા લતીપર ચોકડીની દુકાનો બંધ રહી હતી. ટંકારા શહેરની મેઈન બજાર દયાનંદ ચોક, ડેરી નાકા તથા ગ્રામ્ય વિસ્તારોમાં દુકાનોમાં બંધની મિશ્ર અસર રહી છે. શહેરના વેપારીઓની જીવન જરૂરી ચીજોની દુકાનો ખુલી છે. બાકીની તમામ દુકાનો બંધ હોવાનું જોવા મળે છે.

ટંકારા પોલીસનો સમગ્ર સ્ટાફ બજારોમાં સઘન પેટ્રોલીગ કરી રહ્યો છે અને ટંકારામાં પોલીસના ચાંપતો બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલ છે. સ્થાનિક કોંગ્રેસના અગ્રણીઓ સાથે અગાઉ જ બેઠક કરી હતી. જેના પગલે કોંગ્રેસના અગ્રણીઓએ વેપારીઓને બંધ જોડાવવાની અપીલ કરી હતી. શહેરને બાદ કરતાં લતીપર ચોકડીએ બંધની અસર જોવા મળી હતી.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો….. https://chat.whatsapp.com/HWrLHO2pDzq71nTwu0solK

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •