skip to content

ટંકારામાં મધ્યાહને આકાશમાં અદ્ભુત નઝારો જોવા મળ્યો.

ભાસ્કર ફરતે જોરદાર સર્કલ (ઝર) (વરસાદની આગોતરી આભા) અને રાઉન્ડના અંતે આખું સપ્તરંગના લાજવાબ દ્રશ્યો સર્જાયા.

રવીની કળાને ખેડૂતોએ શુકનિયાળ સંકેત ગણાવતા આગામી દિવસોમાં અનરાધાર વરસાદ વરસે એવુ અનુમાન કર્યુ છે. બરાબર બાર વાગયેના ટકોરે પાર્થ પટેલ ધરતી પેટ્રોલિયમ સરાયા વાળાએ આ દ્રશ્યોને કેમેરામાં કેદ કર્યા હતા.

વૈજ્ઞાનિકો આવી ધટના ને સન હેલ્લો ઈફેક્ટ કહે છે જેમા આકાશમાં વધુ ધુળ કે કણો આકાશી ભેજ સાથે ભળે છે ત્યારે એ કાચના ટુકડા માફક બની જાય છે અને જ્યારે સુર્યના કિરણો આ કણોને ટકરાઈ છે ત્યારે બધી બાજુએ સપ્તરંગી આભા બની છે જેને સન હેલ્લો ઈફેક્ટ કહેવામાં આવે છે.

આ સમાચારને શેર કરો