ટંકારા: લાઇફ લિંકસ વિઘાલયમાં યુવા દિવસની ઉજવણી કાનુની માગદર્શન આપી કરવામા આવી
By Jayesh Bhatasana -Tankara
લાઇફ લિંકસ વિઘાલય ખાતે યુવા દિવસ ની ઉજવણી કાનુની માગદશઁન આપી કરવામા આવી જેમા ટંકારા કોટ ના કાનુની સેવા સમિતિ ના અધ્યક્ષ અને સભ્યો હાજર રહ્યા હતા.
ટંકારા જામનગર હાઈવે પર કલ્યાણપર ના પાટીયા પાસે આવેલી લાઇફ લિંકસ વિઘાલય ના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ને વિવેકાનંદ ના અવતરણ દિવસ જેને યુવા દિવસ ની તરીકે ઉજવાય છે માટે આજના યુવા કાયદા ની ફરજ ને હક્ક માટે જાગુત થાય એવા ઉમદા હેતુથી ટંકારા કાનુની સેવા સમિતિ અઘયક્ષ એલ એન પુંજાણી દ્વારા કાનુની માગદશઁન આપ્યુ હતું સાથે લિગલ એડવાઈઝર મુકેશભાઈ બારૈયા સહીત ના એ કાનુની સામાન્ય સમજણ બાળ છાત્રો ને આપી હતી.
શાળા ના આચાર્ય શ્રી હિતેનભાઇ બારૈયા એ યુવા દિવસ ની ઉજવણી અર્થ વિઘાથીઓ ને માહીતગાર માટે આવેલા તમામ નો આભાર માન્યો હતો.