Placeholder canvas

વાંકાનેર: તાલુકા પ્રોસેસિંગના પ્રમુખ પદે ઈરફાનભાઈ ગઢવારા અને ઉપપ્રમુખ પદે ઈબ્રાહીમભાઈ શેરસીયા ચૂંટાયા

વાંકાનેર તાલુકા કો. ઓ. પ્રોસેસિંગ સોસાયટી લી.ની ચૂંટણી પુર્ણ થતા આજે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવા માટે ચૂંટણી યોજવામાં આવી હતી જેમાં પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે કોંગ્રેસ પ્રેરિત પેનલના ઉમેદવારોનો 10 વિરૂદ્ધ 1 મતથી વિજય થયો હતો. જેમાં પ્રમુખ તરીકે ઈરફાનભાઈ મામદભાઈ ગઢવારા(તિથવા) અને ઉપપ્રમુખ તરીકે ઈબ્રાહીમભાઈ અલાવદી શેરસીયા (લાલપર)ની વરણી કરવામાં આવી છે.

આજે યોજાયેલી આ ચુંટણીમાં કુલ 12 ચુંટાયેલા પ્રતિનિધિઓ અને એક બેંક પ્રતિનિધિ એમ કુલ 13 પ્રતિનિધિઓમાંથી બે સભ્યો ગેરહાજર રહેતા હાજર 11 સભ્યો દ્વારા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી જેમાં 10 વિરૂદ્ધ 1 મતથી કોંગ્રેસ પ્રેરિત પેનલના બંને ઉમેદવારોનો વિજય થયો હતો.

આ સમાચારને શેર કરો