વાંકાનેર: મોહંમદી લોકશાળા ખાતે બહેનોની તાલુકા કક્ષાની કબડ્ડીની સ્પર્ધા યોજાઇ
વાંકાનેર: ગઈકાલે મોહંમદી લોકશાળા-ચંદ્રપૂર ખાતે ખેલ મહાકુંભ-2019 અંતર્ગત તાલુકા કક્ષાએ ઓપન એજ ગ્રુપ, અં-૧૭ અને અં-૧૪ એમ ત્રણ એજ કેટેગરીની બહેનોની કબડ્ડી સ્પર્ધા નું આયોજન થયેલ હતું જેમાં કુલ ૧૬ જેટલી ટીમોએ ભાગ લીધો હતો.
આ સ્પર્ધામાં અં-૧૭ કેટેગરીમાં વાંકાનેર ની શ્રી.એલ.કે.સંઘવી ગર્લ્સ હાઈસ્કૂલની ટીમ ઉત્કૃષ્ઠ દેખાવ કરી વિજેતા બની હતી જ્યારે લોકશાળાની ટીમ બીજા ક્રમે રહેલ, તેમજ અં-૧૪ કેટેગરીમાં શ્રી લાલપર પ્રાથમિક શાળાની ટીમ સામે શ્રી ધમલપર પ્રાથમિક શાળાની ટીમે ગ્રાઉન્ડ પર શ્રેષ્ઠ દેખાવ કરી જીત મેળવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આવનારા દિવસોમાં આ ચારેય ટીમો જિલ્લા કક્ષાની સ્પર્ધામાં રમવા જશે.
આ સ્પર્ધાને સફળ બનાવવા તાલુકા કન્વીનરશ્રી.અશોક પટેલ, આર.સી.વાદી, આઈ.એ.બાદી (પાટોડી), આઈ.એ.ખોરાજીયા તથા સૈયદ ફરહત અલી એ જહેમત ઉઠાવી હતી.
ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…
https://chat.whatsapp.com/DhXnhnr1AzGBytQ4BGHLIc
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…