વાંકાનેર:આમ આદમી પાર્ટી દ્વારા ચિંતન સીબીરનું આયોજન: જિલ્લા ટિમની ખાસ હાજરી
આજ રોજ આમ આદમી પાર્ટી દ્વારા ચિંતન સીબીર નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આમ આદમી પાર્ટીની જિલ્લાની ટિમે ખાસ હાજરી આપી હતી.
આજની મિટિંગમાં આમ આદમી પાર્ટી દ્વારા આગામી સંગઠનની ચર્ચા કરવામાં આવી અને પ્રજાના પ્રશ્નો જેવા કે રોડ રસ્તા પાણી સ્વાસ્થ્ય શિક્ષણ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
આમ આદમી પાર્ટી વાકાનેર તાલુકા પ્રમુખ સોહેલ શેરસીયા એ આગામી આરટીઓના કાળા કાયદાનો વિરોધ કરવાની વાત કરવામાં આવી અને ગામડે ગામડે ગ્રામ સભા યોજવામાં આવશે તથા આધાર કાર્ડ ,માં વાત્સલ્ય કાર્ડ ,જેવા પ્રશ્નો ને કેવી રીતે વાચા આપી એની ચર્ચા કરવામાં આવી તથા આરીફભાઈ દાતારી દ્વારા વાકાનેર શહેરના પ્રશ્નોને કેવી રીતે વાચા આપવી એની ચર્ચા કરવામાં આવી હતી.
આજની આ ચિંતન સીબીરમાં આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા પ્રમુખ મહાદેવભાઈ પટેલ,જિલ્લા મહામંત્રી ભરત બારોટ,જિલ્લા કિશાન સેલના પ્રમુખ પી એમ ચીખલીયા ,તથા લીગલ સેલ પ્રમુખ રઈસ માધવાની એ હાજરી આપી હતી.