વાંકાનેર: પરપ્રાંતીય યુવકે લેબર ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો
વાંકાનેર : વાંકાનેર તાલુકાના એક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા પરપ્રાંતીય યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે. વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં આ બનાવ અંગે નોંધ કરવામાં આવી છે.
ગઈકાલે તા. 11ના રોજ વાંકાનેર તાલુકામાં આવેલ લાલપર ગ્લોશી કોટેક્ષના લેબર ક્વાર્ટરમાં રામવીર અનાસીંગ રાજપૂત (ઉ.વ. 21, રહે-હાલ લાલપર ગ્લોશી કોટેક્ષ, મુળ રહે-ખકરઇ, તા-ત્રીલોકપુર, જી- અલીગઢ, રાજ્ય-યુપી)એ ગળે ફાંસો ખાઇ મોતને વ્હાલું કર્યું હતું. આ બનાવ અંગે પોલીસે ધોરણસરની કાર્યવાહી કરેલ છે.