વાંકાનેર: બસ સ્ટેશનમાંથી બાઇકની ચોરી થયાની ફરિયાદ

મોરબીના વાંકાનેર સીટી વિસ્તારમાં આવેલ વાંકાનેર બસ સ્ટેશનમાંથી બાઇકની ચોરી થઇ હોવાની ફરિયાદ નોંધાવા આવેલ છે.

મોરબીના વાંકાનેર સીટી પોલીસ મથકેથી પ્રાપ્ત થતી માહિતી મુજબ, દિગ્વિજયનગર પેડક સોસાયટી વાંકાનેરમાં રહેતા જયદીપભાઇ હરેશભાઈ અગ્રાવત જાતે બાવાજી (૨૯) એ ફરિયાદ નોંધાવીને જણાવ્યું હતું કે ગત તારીખ ૯-૧૦ ના રોજ સવારના પાંચ વાગ્યાથી રાતના નવ વાગ્યા દરમ્યાન તેઓએ તેમનું રૂા.૨૦ હજારની કિંમતનું સિલ્વર કલરનું હિરોહોન્ડા સ્પ્લેનડર બાઇક નંબર GJ3 ES 2456 (વર્ષ ૨૦૧૨) પાર્ક કર્યું હતું જે અજાણ્યો આરોપી ચોરી ગયેલ છે.ચોરી અંગે ફરિયાદ નોંધાતા વાંકાનેર સીટી પોલીસ મથકના પીએસઆઇ પીસી.મોલીયાએ બાઇક તસ્કરની શોધખોળ શરૂ કરી છે.

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •