ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા પત્રકાર વિરુદ્ધ કરવામાં આવેલ FIR નો MCC ગુજરાતનો સખત વિરોધ
માયનોરીટી કો ઓર્ડીનેશન કમિટી (MCC) ગુજરાત, પત્રકાર પવન જયસ્વાલ કે જેઓએ પોતાના રીપોર્ટમાં જણાવ્યું કે સીયુર પ્રાથમિક વિધ્યાલય, મિરઝાપુર, ઉત્તરપ્રદેશમાં મીડ ડે મીલ સ્વરૂપે બાળકોને માત્ર રોટલી અને મીઠું પીરસવામાં આવ્યું. આ પત્રકાર વિરુદ્ધ ફોજદારી કાયદા ની વિવિધ કલમો તહત FIR નોંધનાર ઉત્તરપ્રદેશ સરકારની સખત નિંદા કરે છે.
સરકારની બેદરકારી, ભ્રષ્ટાચાર નો બોજો બાળકોના જીવન પર પડી રહયો છે અને આવા ગેરકાયદેસર કામ કરનાર અધિકારીઓ ની વિરુદ્ધ પગલા લેવાને બદલે બંધારણમાં આપેલ જીવન જીવવાના અધિકારની બાબત સમાજ સમક્ષ લાવનાર પત્રકાર વિરુદ્ધ કેસ નોંધવામાં આવેલ છે જે ખુબજ ઘૃણાસ્પદ બાબત છે આવા ભ્રષ્ટાચાર ઉજાગર કરનારા ને જેલ માં નાખીને સરકાર કોને બચાવવાનો પ્રયત્ન કરી રહી છે?
MCC ની માંગ છે કે સરકાર દ્વારા પત્રકાર પર કરવામાં આવેલ કેસ ને પરત લેવો જોઈએ અને તેઓની સુરક્ષા સુનિશ્ચિત કરવી જોઈએ. અમારું માનવું છે કે મીડિયા લોકતંત્રનો ચોથો સ્તંભ છે અને નાગરિકોના અધિકારો વધુ મહત્વના છે, સરકાર નું આ પગલું ઈમરજન્સી નો સ્પષ્ટ સંકેત આપે છે.
MCC સ્વતંત્ર, નિષ્પક્ષ મીડિયા અને પત્રકારોની સાથે ઉભા રેહવા પ્રતિબદ્ધ છે. તેમ મુજાહિદ નફીસે જણાવેલ છે.