skip to content

હવે આઠમુ ધોરણ નાપાસ હોય તો પણ ‘ખટારા’ના ડ્રાઈવરને લાયસન્સ મળશે..!!

ટ્રાન્સપોર્ટ વાહન ચલાવવા માટેનાં ડ્રાઇવિંગ લાઇસન્સ માટે મહત્વનાં સમાચાર આવી રહ્યાં છે.

ટ્રાન્સપોર્ટ વાહન ચલાવવા માટેનાં ડ્રાઇવિંગ લાઇસન્સ માટે મહત્વનાં સમાચાર આવી રહ્યાં છે. હવે ધોરણ 8 નાપાસ હશે તો પણ ડ્રાઇવિંગ લાયસન્સ આપવામાં આવશે. રાજ્ય વાહન વ્યવહાર વિભાગે ટ્રક ડ્રાઇવરની શૌક્ષણિક લાયકાતમાં સુધારો કર્યો છે.

દેશભરમાં એવા ઘણાં ચાલકો છે જે આ શૈક્ષણિક લાયકાત ન ધરાવતા હોય તેનાં અભાવે ટ્રાન્સપોર્ટમાં મોટા વાહનો ચલાવી ન શકતા હોય. આ સુધારા સાથે ટેક્સટાઇલ ઉદ્યોગ અને ટેક્સટાઇલ માર્કેટ સાથે સંકળાયેલા હજારો ટેમ્પાચાલકોને બહુ મોટી રાહત મળી છે. શૈક્ષણિક લાયકાતને કારણે હજારો ડ્રાઇવરો બેરોજગાર બન્યાં હતાં.

ભારત સરકારનાં મીનીસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવેઝના નોટિફિકેશન પ્રમાણે સેન્ટ્રલ મોટર વ્હીકલ્સ રુલ્સ 1989ના નિયમ 8ને રદ કર્યો હતો. ટ્રાન્સપોર્ટ વાહન ચલાવવા માટેના ડ્રાઇવિંગ લાઇસન્સના હેતુ માટે હવે ધોરણ 8 પાસની શૈક્ષણિક લાયકાતની જરૂર રહેતી નથી. પરંતુ ઘણાં સમયથી રાજ્ય સરકાર આ કાયદો અમલમાં મુક્યો ન હતો. આખરે રાજ્ય સરકારે આ નિયમને હામી ભરીને પરિપત્ર જાહેર કર્યું છે. જેમાં જણાવ્યું છે કે, ‘કેન્દ્ર સરકારનાં મિનિસ્ટ્રી ઓફ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવેઝના નોટિફિકેશનનો અમલ કરવામા આવ્યો છે. અને ટ્રાન્સપોર્ટનાં વાહનો ચલાવવા માટે ચાલકને ડ્રાઇવિંગ લાયસન્સ માટે ધો.8 પાસની શૈક્ષણિક લાયકાતની જરૂર નથી. ધોરણ 8 નાપાસને પણ હવે ડ્રાઇવિંગ લાયસન્સ મળી શકશે.’

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/EelBZqDGVmd6dmhUaKReM0

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો