સતત ત્રીજા દિવસે વાતાવરણ સ્થિર: હવામાં ભેજના ઘટાડા સાથે પવનની ગતિમાં પણ સ્થિરતા: ઠંડીમાં રાહત
સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા ત્રણ દિવસથી વાતાવરણમાં સામાન્ય ફેરફાર સાથે યથાવત રહ્યું છે. ત્રણ દિવસથી પારો સ્થિર રહ્યા બાદ આગામી સપ્તાહથી ફરી કાતિલ ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થાય તેવા હવામાન વિભાગે સંકેતો આપ્યા છે.
જો કે છેલ્લા બે દિવસની સરખામણીએ આજે બપોરે ગરમીમાં થોડો વધારો અનુભવાયો હતો. છેલ્લા પાંચ દિવસથી ઉચકાઈ રહેલા ન્યુનતમ તાપમાનના પારા વચ્ચે દિવસ રાત ફુંકાતી રહેતી શીત લહેરની અસરથી સૌરાષ્ટ્રમાં કેટલાક સ્થળએ લઘુતમ તાપમાનમાં ફરી સામાન્ય ઘટાડો નોંધાયો હતો. તો કેટલાક સ્થળોએ પારો ઉંચકાયો છે. ઉતર પૂર્વના હિમાચ્છાદીત પવનની અસર તળે ઠંડીનો પારો યથાવત રહ્યો છે.