વાંકાનેર : વેલનાથપરામાં 70 વર્ષની માઁ ને દિકારાઓએ ઘરમાંથી કાઢી મૂકી…

અનાજ

વાંકાનેર વેલનાથપરામાં રહેતા બે ભાઈઓ અને તેની પત્નીઓએ તેની સગી જનેતાને ઘરેથી કાઢી મુકતા તેમની માઁ ને મજબુરન વાંકાનેર શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ અનુસાર ફરિયાદી ખતીજાબેન ગનીભાઇ પરમાર (ઉ.વ ૭૦, રહે.વાંકાનેર વેલનાથપરા, ભારત ઓઇલમીલ પાછળ) વાળાએ તેમના પુત્રો હનીફભાઇ ગનીભાઇ પરમાર, આરીફભાઇ ગનીભાઇ પરમાર, પુત્રવધુઓ મદીનાબેન હનીફભાઇ પરમાર, સલમાબેન આરીફભાઇ પરમાર (રહે બધા વાંકાનેર, વેલનાથપરા, ભારત ઓઇલમીલ પાછળ) વાળાઓ સામે ફરિયાદ નોંધાવી હતી કે ગત તા. ૧૨ના રોજ વાંકાનેર વેલનાથપરા ભારત ઓઇલમીલ પાછળ બનેલા બનાવ મુજબ આરોપીઓ ફરિયાદીના દિકરાઓ હોય બન્ને આરોપીઓએ ફરિયાદીને ઘરેથી કાઢી મુકેલ હોય, ફરિયાદીએ આરોપીઓને પોતાના મકાનમા રહેવા દેવા કહેતા આરોપીઓએ ઉશ્કેરાઇ જઇ ફરિયાદીને ગાળો આપી છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવની ફરિયાદ નોંધાતા વાંકાનેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો