વાંકાનેર: જિલ્લા પંચાયતના ઉમેદવારી ફોર્મ ચકાસણીની કામગીરી પૂરી, કોનુ ફોર્મ રદ થયું? જાણો
રાતેદેવળી જિલ્લા પંચાયત સીટ પર શેરસીયા જલાલભાઈ અલીભાઈનું ફોર્મ રદ થયું.
વાંકાનેર મોરબી જિલ્લા પંચાયત ની જિલ્લા પંચાયતને વાંકાનેરમાં આવતી છ સીટોની ઉમેદવારી ફોર્મ ચકાસણીની કામગીરી વાંકાનેર તાલુકા પંચાયત ખાતે પૂર્ણ થઈ
જિલ્લા પંચાયતના તમામ ઉમેદવારોએ કોઈ પણ પ્રકારનો વાંધો લીધો ન હતો અને સર્વ સંમતિથી તમામ ફોર્મ મંજૂર કરવાની અધિકારી સાથે વાત કરી હતી. જેથી ડમી ઉમેદવારોના તમામ ફોર્મ રદ થયા હતા અને આ ઉપરાંત જલાલભાઈ અલીભાઈ શેરસિયાએ જે પક્ષમાંથી ફોર્મ ભર્યું હતું એ પક્ષ માન્ય પક્ષ ન હોવાના કારણે તેના ફોર્મમાં ઓછા ટેકેદારોની સહી હોવાતના ટેકનિકલ બાબતોને કારણે ફોર્મ કેન્સલ થયુ હતું.
જિલ્લા પંચાયતોના માન્ય ઉમેદવારો
ચંદ્રપુર જિલ્લા પંચાયત
1, મંજુબેન કરસનભાઈ લુંભાણી -કોંગ્રેસ
2, રૈયાબેન ભોપાભાઈ મકવાણા -ભાજપ
3, સજુબેન હેમુભાઈ ધરજીયા -અપક્ષ
ઢુંવા જીલ્લા પંચાયત
1, રંજનબેન પ્રભુભાઈ વિજવાડિયા -કોંગ્રેસ
2, સરોજબેન વાઘજીભાઈ ડાંગરોયા -ભાજપ
3, કેશુબેન બચુભાઈ કુણપરા -અપક્ષ
મહિકા જીલ્લા પંચાયત
1, ગોરધનભાઈ પોલાભાઈ સરવૈયા -ભાજપ
2, નવઘણભાઈ દેવશીભાઇ મેઘાણી -કોંગ્રેસ
3, મોહમ્મદ આરીફ દિનમાહમદ બ્લોચ – આપ
રાજાવડલા જીલ્લા પંચાયત
1, જ્યોતિબા હરદેવસિંહ જાડેજા -કોંગ્રેસ
2, લક્ષ્મીબેન ગોવિંદભાઈ કળોતરા -ભાજપ
3, હાફીઝાબેન ભાઈ હુસેનભાઈ શેરસિયા -અપક્ષ
રાતીદેવરી જીલ્લા પંચાયત
1, ગુલામ અમી પરાસરા -કોંગ્રેસ
2, ઝહિરઅબ્બાસ યુસુફભાઈ શેરસિયા -ભાજપ
3, સોહીલ સાજીભાઈ શેરસીયા -આપ
4, રમેશભાઈ બાબુભાઈ સાટકા -અપક્ષ
તીથવા જીલ્લા પંચાયત
1, નૂરજંહાબેન ઈસ્માઈલભાઈ કડીવાર -ભાજપ
2, હફીઝાબેન ઈસ્માઈલભાઈ બાદી -કોંગ્રેસ
3, ઝાફરૂલ્લનિશા મહેબુબભાઇ કડીવાર -અપક્ષ
4, રહીમાબેન મહેબુબભાઇ કડીવાર -અપક્ષ
આજે ફોર્મ ચકાસણી થયા બાદ મોરબી જિલ્લા પંચાયતની વાંકાનેરમાં આવતી છ જિલ્લા પંચાયતમાં કપ્તાને કરેલો અંદાજ સાચો પડ્યો છે. હવે જિલ્લા પંચાયતની 6 સીટોમાં કુલ ૨૦ ઉમેદવારો ના ફોર્મ માન્ય રહ્યા છે ૧૬મી ફેબ્રુઆરીએ ફોર્મ પાછા ખેંચવાનો દિવસ છે એટલે કે આવતી કાલે બપોર સુધીમાં ફાઇનલ ઉમેદવારની યાદી સામે આવી જશે.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/Ke52vGZCCES8O1r4wj00gt
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…