Placeholder canvas

વાંકાનેર: સિંધાવદર રેલ્વે ફાટક નં. ૧૦૧ ચાલુ રાખવાની માંગણી

વાંકાનેર: સિંધાવાદર ફાટક નં. ૧૦૧ તા.૨૫-૦૨-૨૨થી રેલ્વે તંત્ર દ્વારા બંધ કરવામાં આવશે, એવા સમાચાર મળતા સિંધાવદર ગામના સરપંચ અને તાલુકા પંચાયતના સભ્ય સહિતના આગેવાનોએ પ્રાંત અધિકારીને આવેદન પાત્ર આપીને 101 નંબરની ફાટક ચાલુ રાખવાની માગણી કરી છે.

આ રેલ્વે ફાટક નંબરઃ૧૦૧ નો સિંધાવદર આખુ ગામ ૨૪ કલાક ઉપયોગ કરે છે.જો રેલ્વે તંત્ર દ્વારા આ ફાટક બંધ થાય તો અગાઉ ફાટક નંબર ૧૦૦ રેલ્વે દ્વારા બંધ કરેલ હોય તેની જગ્યાએ ગરનાળુ મુકેલ છે.જેની ઉચાઇ ૧૩ ફુટ છે.ગામની વસ્તી ૬૦૦૦/-છે, સંપૂર્ણ ખેડુત છે. જેથી તેમના માટે ખેતીના યંત્રો,ઘાસચારા તેમજ ટ્રેકટરો કપાસ ભરેલ ત્યાંથી પાસ થઇ શકે તેમ નથી મુખ્ય ખેતરો ૧૦૧ ની દક્ષિણ દિશામાં આવેલ ખેતરો માટે તેનો ઉપયોગ કરે છે. જો ફાટક નંબર ૧૦૧ બંધ થાય તો ખેડુતોને લગભગ ૪ કિ.મી.નો વધારાનો ફેર પડે અને ૧૦૦ નંબરની ફાટની ઉંચાઇ પણ ઓછી છે. ગામમાં પશુની સંખ્યા ૧૦૦૦૦ ની છે અને ગરનાળામાં ચોમાસામાં પાણી ભરાવવા ની પુરતી શક્યતા છે, જો પાણી ભરાય જાય તો ગામ વિખુટુ પડી જાય તેમ છે.

જેથી ફાટક નંબર ૧૦૧ ચાલુ રાખવાની સિંધાવદર ગામના લોકોની માંગણી છે. ગામલોકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો ફાટક ૧૦૧ બંધ થાય તો ગામ અમોને ગાંધી ચિંધ્યા રાહે આંદોલન કરવાની ફરજ પડશે.

આ સમાચારને શેર કરો