Placeholder canvas

કોઠારીયા પ્રાથમિક શાળાના શિક્ષક ઝાલા સાહેબનો વિદાય સમારંભ યોજાયો

કોઠારીયા પ્રાથમિક શાળા માં સતત 22 વર્ષથી શિક્ષક  તરીકે  કાર્યરત શ્રી હઠીસિંહ ઝાલા ઉર્ફે ઝાલા સાહેબ.વયમર્યાદાને કારણે નિવૃત્ત થતાં હોય તેમનો નિવૃત્તિ વિદાય સમારોહ તારીખ 17/2/2022 ના રોજ  કોઠારીયા પ્રાથમિક શાળા  યોજાયો હતો.

આ સમારંભમા ગામના અને કોઠારીયા સુન્ની મુસ્લિમ જમાતના આગેવાનો અલાવદીભાઈ  કડીવાર ,ગુલાબભાઈ કડીવાર ,યુનુસભાઇ સંધિ ,  શેરસીયા હબીબભાઇ ,વકાલીયા ઇલ્મુદીનભાઈ વગેરે તથા ગ્રામજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી તેમને ભારે હૈયે વિદાય આપી હતી.સુન્ની મુસ્લિમ જમાત ના આગેવાનો દ્વારા સાલ ઓઢાડી ને સ્મૃતિ ભેટ આપી સન્માન કરવામાં આવ્યુ હતું.

ઝાલા સાહેબ કર્મનિષ્ટ ,આદર્શ , નિષ્ઠા અને પ્રામાણિકતા થી સેવા બજાવતા હતા .સૌએ તેમનું નિવૃત્તિ બાદનું જીવન સુખદાયી અને પ્રવૃત્તિમય રહે તેવી શુભેચ્છા પાઠવી હતી. કોઠારીયા પ્રાથમિક શાળા ના આચાર્ય એ આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યુ હતું કે સૌથી વધુ જવાબદારી ભરી નોકરી હોય તો તે શિક્ષકની છે. તે ક્યારેય નિવૃત્ત નથી થતો પરંતુ નિવૃત્તિ બાદ પણ તે પોતાનું શિક્ષણ અને સમાજ સાથે જોડાય તે પોતાની બાકીની જીદંગી પ્રવૃતિમય બનાવતો હોય છે. તેમણે  ઝાલા સાહેબ ને આગામી જીવન સુખ અને શાંતિ આપનારું નીવડે એવી શુભેચ્છા પાઠવી હતી.

આ સમાચારને શેર કરો