વાંકાનેર: ‘શહેનશાહ-એ-વાંકાનેર’ શાહબાવાનો ઉર્ષ મોકુફ રખાયો.
વાંકાનેર: શહેનશાહ એ વાંકાનેર શાહબાનો ઉર્ષ દર વર્ષે ઇદના બીજા દિવસે એટલે કે વાસી ઇદના દિવસે મનાવવામાં આવતો રહ્યો છે. પરંતુ આ વર્ષે કોરોના વાયરસની મહામારીના કારણે સરકારે ધાર્મિક સ્થળોના જાહેર કાર્યક્રમ પર પ્રતિબંધ મુકેલો હોય. તેમની ચુસ્ત અમલવારી માટે શાહબાવા દરગાહ કમિટીએ ઉર્ષના તમામ કાર્યક્રમો મોકૂફ રાખેલ છે.
આથી શાહબાવાના ચાહકો અને અકીદતમંદોને જણાવવાનું કે લોક્ડાઉનના કારણે દર વર્ષે ઈદના બીજા દિવસે ઉજવવામાં આવતા શાહબાના ઉર્ષના દરેક કાર્યક્રમો મોકુફ રાખેલ છે. જેથી કોઈએ દરગાહ પર આવવું નહીં અને પોતાના ઘરેથી ફાતિયાખાની કરી લેવા અપીલ કરવામાં આવી છે.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/IV22NoXRwQNENxfHuD1bom
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…