Placeholder canvas

સૌરાષ્ટ્રનાં પાંચ જિલ્લાનાં 25 ડેમો ઓવરફલો : 60 ડેમોમાં નવા નિરની ધીંગી આવક

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ગઇકાલે પણ પડેલા વ્યાપક વરસાદનાં પગલે રાજકોટ સિંચાઈ વર્તુળ હેઠળ આવતાં રાજકોટ, મોરબી, જામનગર, દ્વારકા અને સુરેન્દ્રનગર જિલ્લાનાં 60 ડેમોમાં છેલ્લા 24 કલાક દરમ્યાન નવા નિરથી ધીંગી આવક થવા પામી છે. અને 25 જેટલા ડેમો ઓવરફલો પણ થઇ ગયા છે. તો રાજકોટની ભાગોળે આજી ડેમ પાસે આવેલું લાલપરી તળાવ છલોછલ થતાં હેઠવાસના ગામોને સતર્ક કરાયા છે.

જે ડેમો હાલ ઓવરફલો થયા છે અને જે ડેમો 80 ટકાથી વધુ ભરાતા રુલ લેવલ મેન્ટન કરવા દરવાજા ખોલાયા છે તેમાં રાજકોટ જિલ્લાનાં વેણુ-2, આજી-3, વેરી, ન્યારી-2 અને ખોડાપીપર, પન્ના, ફૂલઝર-1, સપડા, ફૂલઝર-2, ડાઈ મીણસર, ફોફળ-2, ઉંડ-3, આજી-4, વાડીસંગ, રુપાવટી, રુપારેલ, ઉમીયાસાગર અને સસોઇ-2 તેમજ દ્વારકાનાં ગઢકી, વર્તુ-2, વેરાડી-1, સિંધણી અને મીણસાર (વાનાવડ) તથા પોરબંદરનાં સોરઠી ડેમનો સમાવેશ થાય છે.

દરમ્યાન છેલ્લા 24 કલાક દરમ્યાન રાજકોટ જિલ્લાનાં 20 ડેમોમાં નવા નિર આવ્યા છે જેમાં ભાદર-1માં અર્ધો, મોજમાં 10.89, ફોફળમાં પોણો, વેણુ-2માં સવા, આજી-1માં પોણો, આજી-2માં 1.5, આજી-3માં 10.96, સોડવદરમાં 6.5, સુરવોમાં 1.80, ડોંડીમાં 11.32 ફૂટ અને વાછપરીમાં સવા, ન્યારી-1માં દોઢ, ન્યારી-2માં 3.77 ફૂટ તથા મોતીસરમાં 4.5, ફાડદંગ બેટીમાં 0.325 ફૂટ, ખોડાપીપરમાં 7.38, લાલપરીમાં 2, છાપરવાડી-1માં 3.28, છાપરવાડી-2માં 6 અને ભાદર-2માં 3.12 ફૂટ નવા નિર આવેલ છે.

આ ઉપરાંત મોરબીનાં 9 ડેમોમાં નવા નિર આવ્યા છે. જેમાં મચ્છુ-1માં પોણા બે ફૂટ, મચ્છુ-2માં પોણો ફૂટ, ડેમી-1માં અઢી, ડેમી-2માં 3 ફૂટ, તથા ઘોડાધ્રોઇમાં 4 ફૂટ, બંગાવાડીમાં 11.5 ફૂટ, બ્રાહ્મણી-2માં સવા બે ફૂટ, મચ્છુ-3માં બે અને ડેમી-3માં 4 ફૂટ નવા પાણી ઠલવાયા છે.

આ ઉપરાંત જામનગર જિલ્લાનાં 18 ડેમોમાં પણ છેલ્લા 24 કલાક દરમ્યાન નવા નિર આવ્યા છે. જેમાં સસોઇમાં 12.5, પન્નામાં 8.5, ફૂલઝર-1માં 7.5, સપડામાં 9.74 ફૂટ, ફુલઝર-2માં 11.79 ફૂટ, વિજરખીમાં 2.5, ડાઈમીણસારમાં 5, ફોફળ-2માં 12.73 ફૂટ અને ઉંડ-3માં 5.5, આજી-4માં 9.91 ફૂટ, રંગમતીમાં 10.25 ફૂટ, તથા ઉંડ-1માં 16.73, કંકાવટીમાં 10.25 ફૂટ તથા ઉંડ-2માં 27 ફૂટ, વાડીસંગમાં 12.5 ફૂટ, ફુલઝર (કોબા)માં 6, રુપાવટીમાં 14 અને રુપારેલમાં 10 તથા સસોઇમાં સૌથી વધુ 37 ફૂટ જેટલું નવું પાણી આવેલ છે.

આ ઉપરાંત દ્વારકા જિલ્લાનાં 9 ડેમોમાં નવા નિર આવેલ છે.જેમાં, ઘીમાં 2.89, વર્તુ-1માં 4.10 ફૂટ અને ગઢકીમાં 4.10, વર્તુ-2માં 4.5 ફૂટ, સોનમતીમાં 22 ફૂટ, શેઢાભાડથરીમાં 4.5, વેરાડી-1માં 4.5 ફૂટ, કાબરકામાં 4.5 ફૂટ અને વેરડી-2માં 5 ફૂટ નવા નિરનો સમાવેશ થાય છે. જ્યારે સુરેન્દ્રનગરનાં નાયકામાં 0.20 ફૂટ, ફલકુમાં 0.33 ફૂટ, ત્રિવેણી ઠાંગામાં પોણો અને લીંબડી-ભોગાવો-2માં 1 ફૂટ નવા પાણીની આવક થઇ છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/JyR2V8hjS4LAPJZA65ZTwk

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો