સૌરાષ્ટ્રની લેડી ડોન સોનું ડાંગરે અમરેલીના એસપી આપી ધમકી
અમરેલી: સૌરાષ્ટ્રની લેડી ડોન સોનું ડાંગરે અમરેલીના એસપી નિર્લિપ્ત રોયને અભદ્ર ભાષામાં ધમકી આપતો વીડિયો વાયરલ કર્યો છે. સોનું ડાંગરે પોતાના આ વીડિયોમાં અમરેલી એસપી અને અન્ય કોઇ લેડી ડોડીયા મેડમનો ઉલ્લેખ કરીને અનેક આરોપો તેમના પર લગાવ્યા છે.
સોનું ડાંગરે પોતાના વીડિયોમાં સ્પષ્ટ ભાષામાં પોલીસની કામગીરિ પર પ્રશ્ન ઉઠાવીને રોય અને ડોંડીયા મેડમને ઉલ્લેખિને ધમકી આપતા કહ્યું છે કે, એક દિવસ આપણા બંનેનો આમનો-સામનો થશે અને તમે કરેલા કર્મોને લઇને તમારે ભોગવવું પડશે. જો કે, અત્યાર સુધી પોલીસ તરફથી કોઇ જ નિવેદન કે કોઇ એક્શન લેવાના સમાચાર મળ્યા નથી.
ઉલ્લેખનિય છે કે, થોડા દિવસ ઓઢવ પોલીસે સોમવારે રાતે એક હોટેલમાં રેડ કરીને રાજકોટની લેડી ડોન સોનું ડાંગર તથા અન્ય ત્રણ પુરુષોને દારૂની મહેફિલ માણતા ઝડપી લીધાં હતાં. આ અંગે ચારેય સામે પ્રોહિબિશનનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી અનુસાર, સોનું ડાંગરનું નામ સૌરાષ્ટ્રમાં લેડી ડોન તરીકે કુખ્યાત છે. સોનું નાનપણમાં ડાન્સર હતી. ત્યારબાદ તેણે ગુનાહિત કામોને અંજામ આપતા તેનું નામ પોલીસ ચોપડે ચડ્યું હતું. સોનું સામે અત્યાર સુધીમાં મારામારી, ફાયરિંગ પ્રોહિબિશન તેમજ ગેરકાયદે રીતે જમીન પર કબજો જમાવી દબાણ કરવા સહિતના ગુનાઓ દાખલ થયા છે. તેનું પૂરું નામ સોનલ ઉર્ફે સોનું ઉર્ફે ઉષા ચંદુભાઈ ડાંગર છે. તે સોશિયલ મીડિયા પર ધર્મને લઈને વિવાદાસ્પદ નિવેદનો કરવા માટે કુખ્યાત છે.