હવે શુ આંદોલન એક જ વિકલ્પ રહ્યો છે? રેવન્યુ બાદ પંચાયત અને આરોગ્ય કર્મી આંદોલનના માર્ગે.
ગુજરાતમાં એક પછી એક વિભાગના કર્મચારીઓ રાજય સરકાર સામે લડત કરી રહ્યા હોય તેમ મહેસુલી કર્મચારીઓની હડતાળમાં માંડ સમાધાન થયુ ત્યાં આરોગ્ય કર્મચારીઓ અચોકકસ મુદતની હડતાળ પર ઉતરી ગયા છે. પરિણામે ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ ખોરવાઈ ગઈ છે. છેલ્લા એકાદ પખવાડીયાથી પંચાયત આરોગ્ય કર્મચારીઓ ‘નો-રિપોર્ટીંગ’ લડત ચલાવતા જ હતા. ગાંધીનગરમાં રેલી યોજવાની મંજુરી ન મળતા ઉશ્કેરાટ ઉભો થયો હતો અને અચોકકસ મુદતની હડતાળનું એલાન આપી દેવામાં આવ્યું હતું. અન્યથા કર્મચારીઓએ માસ સીએલનું એલાન આપ્યુ હતું.
મળેલ માહિતી મુજબ 33 જિલ્લામાં 35000 કર્મચારીઓ બે મુદતી હડતાળ પર છે. જુદી-જુદી 13 માંગણીઓનો ઉકેલ આવતો નથી. ગત ફેબ્રુઆરીમાં આરોગ્યમંત્રી નીતીન પટેલે પ્રશ્ર્નો ઉકેલવાની ખાતરી આપી હતી. પરંતુ દસ મહિનાથી નિરાકરણ નહીં આવતા છેવટે બેમુદતી હડતાળનું હથિયાર ઉપાડવુ પડયું છે.
ગૌણ સેવા પસંદગી મંડળ ની હડતાળ , અને મહેસુલી કર્મચારીઓની હડતાળ બાદ હવે રાજ્યના આરોગ્ય કર્મચારીઓ એ સરકાર સામે બાંયો ચઢાવી છે. જેના કારણે રાજ્યમાં આરોગ્ય લક્ષી સેવાઓ ને સીધી અસર થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.
ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા 10 થી વધુ મંગણીઓના સમર્થનમાં આજ થી આરોગ્ય કર્મચારીઓ દ્વાર પગાર, બદલીઓ, અને ફેરણી ભથ્થા સહિત પડતર પ્રશ્નોના ઉકેલ માટે અચોક્કસ મુદ્દત ની હડતાળ પર ઉતર્યા છે.રાજ્યની પંચાયત હસ્તકના 1475 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાથે સંકળાયેલા અંદાજીત 35 હજાર થી વધુ આરોગ્ય કર્મચારીઓના અચોક્કસ મુદ્દત ની હડતાળ થી જિલ્લા/તાલુકા કક્ષાએ સીધી અસર વર્તાશે.
અત્રે નોંધનીય છે કે આરોગ્ય કર્મીઓની અચોક્કસ મુદ્દતની શરૂ થયેલી હડતાલના કારણે રાજ્યના આરોગ્ય વિભાગમાં અપાતી આરોગ્ય સેવાઓમાં વિપરીત અસરો જોવા મળશે .