ફરિયાદ: સાસરિયાએ તું વાંજણી છો કહી પરિણીતાને કાઢી મુકી.!

રાજકોટ: શહેરના યુનિવર્સિટી રોડ પર શાંતિનગરમાં રહેતી પરિણીતાને સંતાન પ્રાપ્તિ ન થતા સાસરિયાઓએ તું વાંઝણી છો કહી ઘરમાંથી કાઢી મૂકતા આ અંગે પરણીતાએ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના આધારે પોલીસે તેણીના પતિ તથા સાસુ સસરા અને જેઠાણી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

હાલ સોમનાથ સોસાયટી દોઢસો ફૂટ રીંગ રોડ પર માવતરના ઘરે રહેતી ભરવાડ મધુબેન(ઉ.વ 29)દ્વારા યુનિવર્સિટી રોડ પર કિડની હોસ્પિટલ પાછળ શાંતિનગર શેરી નંબર ત્રણ માં રહેતા પતિ ઘોઘા વિધાભાઈ ગોલતર સસરા વિધાભાઈ ભીખાભાઈ ગોલતર, સાસુ મંગુબેન જેઠ નોંધા ગોલતર,જેઠાણી ધનીબેન સામે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમા જણાવ્યા મુજબ તેણીને સંતાન પ્રાપ્તિ ન થતા આ બાબતે તું વાંજણી છો કહી સાસરિયા મેણા ટોણા મારતા હતા.તેમજ ઘરકામ બાબતે માથાકૂટ કરતા હતા.તું ડોબી છો કહી કહી ત્રાસ આપતા હતા તેમજ પતિ પણ મારકુટ કરતો હતો.અને પત્નીને ત્રાસ આપી કાઢી મૂકી હતી.બનાવ અંગે પરિણીતાની ફરિયાદ પરથી પોલીસે તેણીના સાસરિયા સામે આઈપીસીની કલમ 498, 323,504,114 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો