સરધારકા ગામે કરિયાણાની દુકાને થયેલ તેલના ડબ્બાની ચોરી બાબતે પકડાયેલ આરોપીના રિમાન્ડ નામંજૂર

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેનશ માં ગત તા.30-11-2020 ના રોજ ફરિયાદી તેમની દુકાનમાં કરિયાણાની વસ્તુ ગોઠવતા હોય અને તે સમયે બહાર તેલના ડબ્બા રાખેલ હોય જે ડબ્બા સફેદ કલરનું એકટીવા મો. સા. માં કોઈ અજાણ્યો માણસ લઇ ગયેલ.

જે ફરિયાદના આરોપી રૂપેશ ગોંડલિયા ની ગત તા. ૩૦-૧૧-૨૦૨૦ ના રોજ અટક કરીને તા.૦૧-૧૨-૨૦૨૦ ના રોજ કોર્ટમાં રજુ કરી અને ૩ દિવસ રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. જ્યારે આરોપીના એડવોકેટ એસ. એમ. શેરસીયાએ દલીલ કરેલ જે દલીલ નામદાર કોર્ટે ધ્યાને લઈને આરોપીના રિમાન્ડ ના મંજુર કરેલ. તેમજ આરોપીના વકીલે જામીન અરજી રજુ કરી આરોપી તરફે કરેલ દલીલ ને ધ્યાને લઇ કોર્ટે આરોપીને રૂ. ૧૦૦૦૦/-ના જામીન પર મુક્ત કરતો હુકમ કરેલ છે.

આ કામે આરોપી રૂપેશ ગોંડલીયા વતી મુસ્કાન એસોસીએટસના એડવોકેટ શિરાકમુદીન એમ. શેરસીયા, આદિલ એ. માથકીયા, કે. એમ. ખરચલિયા, તેજસ એમ. ખરચલિયા, બી. એ. જાડેજા તથા બી. એસ. લુંભાણી રોકાયેલ હતા.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/HWrLHO2pDzq71nTwu0solK

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો