ટંકારા: સરાયા ગામે વાડીએ કપાસના ઢગલામાં આગ લાગી…
ટંકારા તાલુકાના સરાયા ગામે અશોકભાઈ પટેલની વાડીમાં કપાસ વીણવાની કામગીરી ચાલતી હતી, ત્યારે વીણેલા કપાસનો ઢગલો તેમના ખેતરમાં કરેલો હતો, આ કપાસના ઢગલામાં આગ લાગી હતી.

મળેલી માહિતી મુજબ ટંકારા તાલુકાના સરાયા ગામે અશોકભાઈ હેમંતભાઈ પટેલનો કપાસ સળગી ગયો. કપાસના ઢગલા ઉપરથી વિજ તાર પ્રસાર થતો હોય સોટ સરકીટના કારણે તિખારો નિચે સંગહ કરેલ કપાસના ઢગલા પર પડતા ભડભડ સળગી ઉઠતા ધુમાડાના ગોટેગોટા નિકળતા જોઈ આજુબાજુના ખેડૂતો એકઠા થયા હતા અને પાણીનો મારો ચલાવયો હતો જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને ધણો બધો કપાસ બળીને ખાખ થઈ ગયો હતો.
આ બનાવ અંગે ટંકારા પિજીવિસીએલની ઓફીસે જાણ કરી હતી અને સર્વે કામગીરી હાથ ધરી હોવાનું ખેડૂતો પાસેથી જાણવા મળ્યું છે.


