Placeholder canvas

મોરબી: જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં પાણી, રોડ અને દબાણ સહિતના પ્રશ્નો ઉઠાવતા ધારાસભ્યો

મોરબી : જિલ્લા કલેકટર કે.બી.ઝવેરીના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડ ખાતે માર્ચ માસની મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં હળવદ ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા તેમજ વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા વિવિધ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં જમીન દબાણ,પેટા કેનાલ, નગરપાલિકાના વિસ્તારના રસ્તાઓની મરમત કરવી, પીવાના પાણીની સુવિધા વધારવી તેમજ આરોગ્યને લગતા તમામ પ્રશ્નો, શાળાના ઓરડાઓ, ગામડાઓમાં એસ.ટી બસની સુવિધા વધારવા સહિતના પદાધિકારીઓને સૂચના આપી વિવિધ પ્રશ્નોની સમીક્ષા કરી સમયમર્યાદામાં જરૂરી કાર્યવાહી કરવા માટે જણાવ્યું હતું.

બધા ધારાસભ્યઓએ એક સૂરમાં વિકાસ કાર્યોમાં સક્રિય સહભાગી થવા અને નિયમોનુસાર કામગીરી કરવા અધિકારીઓને અપીલ કરી હતી. આ બેઠકમાં જિલ્લા કલેકટર કે.બી.ઝવેરી,જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારઘી,હળવદ ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિ, જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, જિલ્લા નિવાસી અધિક કલેકટર એસ.જે. ખાચર, મોરબી પ્રાંત અધિકારી સુશિલ પરમાર, હળવદ પ્રાંત અધિકારી ધાર્મિક ડોબરીયા સહિત જિલ્લા વહીવટી તંત્રના વિવિધ કચેરીના વડાઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ સમાચારને શેર કરો