Placeholder canvas

રાજકોટઃ વધુ એક શખ્સ ગન સાથે પકડ્યો,સંદીપ રાજપૂતના કુખ્યાત કિશન ગઢવી સાથે નીકળ્યા છેડા!

રાજકોટ: આરોપી કિશન ગઢવીના ગુનાહિત ઇતિહાસની વાત કરવામાં આવે તો રાજકોટ શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં પાંચ વખત તે પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે તેના વિરુદ્ધ મારામારીના ગુનામાં પણ રજીસ્ટર્ડ થઈ ચૂક્યા છે તેમજ તે પાસા હેઠળ અમદાવાદ જેલમાં પણ રહેલો છે.

રાજકોટ: રાજકોટને આમ તો રંગીલું શહેર કહેવામાં આવે છે. પરંતુ છેલ્લા કેટલાય સમયથી રાજકોટ શહેર તેમજ જિલ્લો ગુનાખોરી વકરી રહી છે જેથી ચર્ચામાં વારંવાર આવતું રહે છે. જ્યારે છેલ્લા કેટલાય સમયથી રાજકોટ શહેર જાણે કે નશાના કાળા કારોબારનું તેમજ ગેરકાયદેસર હથિયારનું હબ બની ગયું હોય તે પ્રકારનું લાગી રહ્યું છે.

જ્યારે સામા પક્ષે પોલીસ પણ ગુનાખોરી ડામવા મેદાનમાં ઉતરી હોય તેમ એક બાદ એક ગેરકાયદેસર હથિયારનો જથ્થો તેમજ ભારતીય તેમજ વિદેશી બનાવટનો ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડી રહી છે. ત્યારે રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા છેલ્લા 24 કલાકમાં 2 જેટલા ગેરકાયદેસર હથિયાર ઝડપી પાડવામાં આવ્યા છે. સાથે જ બે જેટલા આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે કે કિશન ગઢવી નામના આરોપીની શોધખોળ શરૂ છે.

રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટર ગઢવીએ જણાવ્યું હતું કે, પી.એસ.આઈ એમ. વી. રબારી અને તેમની ટીમના પુષ્પરાજ સિંહ જાડેજા અને ધર્મેન્દ્રસિંહ ઝાલાને બાતમી મળી હતી. જે બાતમીના આધારે મહુડી રોડ સમ્રાટ ઈન્ડસ્ટ્રીઝ એરીયામાં આવેલ ગોકુલ નગર શેરી નંબર ચાર મારુતિ પ્લાસ્ટિક નામના ફર્નિચરના કારખાના પાસેથી દેશી બનાવટના ગેરકાયદેસર હથિયાર સાથે સંદીપ રાજપૂતને ઝડપી પાડવામાં આવ્યો છે.

પોલીસની પૂછપરછમાં આરોપી સંદીપ રાજપૂતે પોતે ફર્નિચરનો ધંધો કરતો હોવાનું જણાવ્યું છે. જ્યારે કે તેની પાસે રહેલું ગેરકાયદેસર હથિયાર કિશન ગઢવીનું હોવાનું જણાવ્યું છે. સમગ્ર મામલે રાજકોટ ક્રાઇમ બ્રાંચમાં આરોપીઓ વિરુદ્ધ આર્મ્સ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

પોલીસ દ્રારા કિશન ગઢવીની શોધખોળ શરૂ કરવામાં આવી છે. આરોપી કિશન ગઢવીના ગુનાહિત ઇતિહાસની વાત કરવામાં આવે તો રાજકોટ શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં પાંચ વખત તે પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે તેના વિરુદ્ધ મારામારીના ગુનામાં પણ રજીસ્ટર્ડ થઈ ચૂક્યા છે તેમજ તે પાસા હેઠળ અમદાવાદ જેલમાં પણ રહેલો છે.

આ સમાચારને શેર કરો