Placeholder canvas

વાંકાનેર તાલુકા P.S.I. આર.પી.જાડેજાએ કોંગ્રેસી સદસ્યને ભાજપને સોંપી દીધા નો કોંગ્રેસનો ગંભીર આક્ષેપ…

વાંકાનેર તાલુકા પંચાયતની અરણીટીંબા સીટ પરથી ચૂંટાયેલા કોંગ્રેસના સદસ્ય સુરેશભાઈ અલખાજી બલેવિયાને વાંકાનેર તાલુકા પીએસઆઈ આર.પી.જાડેજાએ નિવેદન ના બહાને બોલાવી તેમને ભાજપ ને સોંપી દીધાનું વાંકાનેર કોંગ્રેસના આગેવાનો ગંભીર આક્ષેપ કર્યો છે કે તેમની સામે લડત કરવા માટે તાલુકા ભરમાંથી કોંગ્રેસના કાર્યકરો અત્યારે ધારાસભ્યના કાર્યાલય પર એકઠા થવા લાગ્યા છે અને કોંગ્રેસના આગેવાનો તમામ કાર્યકરોને વાંકાનેર આવવાનું આહ્વાન આપી રહ્યા છે અને તાલુકા પીએસઆઇ આર પી જાડેજા સામે કાયદાકીય લડત કરવાની વાત કરી રહ્યા છે.

આમ વાંકાનેરમાં રાજકારણને કારણે વાતાવરણ ખૂબ ગરમાયું છે. ધારાસભ્યના કાર્યાલય પર મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે. એ વાતની જાણ મોરબી પોલીસ વાળને થતા મોરબીથી મોટી સંખ્યામાં પોલીસ વાંકાનેરમાં ઉતારી દેવામાં આવી છે.

વાંકાનેર કોંગ્રેસના આગેવાનોએ તાલુકા પીએસઆઇ આર.પી. જાડેજા સામે મોટી સંખ્યામાં ઘરણા કરવાની જાહેરાત કરી છે.

આ સમાચારને શેર કરો