Placeholder canvas

વાંકાનેર તાલુકા પંચાયતના કોંગ્રેસના સભ્યનું અપહરણ થયુ એ વાત ખોટી સુરેશભાઈના જમાઈએ વીડિયો જાહેર કર્યો. જુવો વીડિયો

વાંકાનેર: ગઈકાલે વાંકાનેર તાલુકા પંચાયતની અરણીટીંબા બેઠક પરથી ચૂંટાયેલા કોંગ્રેસના સભ્ય સુરેશભાઈને વાંકાનેર તાલુકા પીએસઆઇ આર.પી.જાડેજાએ નિવેદન લેવાના બહાને પોલીસ સ્ટેશન લઇ આવ્યા હતા અને બાદમાં તેમણે સુરેશભાઈને ભાજપવાળાને સોંપી દીધાનો ગંભીર આક્ષેપ કોંગ્રેસના આગેવાનોએ લગાવ્યો હતો.

સોશિયલ મીડિયા મારફત કોંગ્રેસના આગેવાનોએ ગ્રામ્યમાંથી કોંગ્રેસના કાર્યકરોને વાંકાનેર ધારાસભ્યના કાર્યાલય પર આવવાનું આહવાન પણ કર્યુ હતું. બાદમાં ધારાસભ્ય અને બીજા અન્ય કોંગી આગેવાનો સાથે શહેર પી.આઇ ને મળ્યા હતા અને આર.પી.જાડેજા વિરુદ્ધ એફઆઈઆર કરવાની વાત કરી હતી.

કોંગ્રેસના એક અગ્રણી સાથે કપ્તાને ટેલિફોનિક વાત કરતા તેવોએ જણાવ્યું હતું કે અમો સોમવારે આ મુદ્દે હાઇકોર્ટમાં જશુ અને આવતીકાલે એટલે કે આજે રવિવારે પોલીસ સ્ટેશનને 5 હજાર કાર્યકરો સાથે ઘરણા કરશુ.

આવા સમયે મોડી રાત્રે સુરેશભાઈના જમાઈએ એક વીડિયો બનાવીને જાહેર કર્યો છે. આ વીડિયોમાં સુરેશભાઈ પોતે તેમની દીકરી અને તેમના જમાઈ સાથે નજરે પડે છે. સુરેશભાઈનો જમાઈ એવું કહે છે કે હાલમાં સોશિયલ મીડિયામાં એવું ચાલી રહ્યું છે કે સુરેશભાઈ એટલે કે મારા સસરાનું પોલીસે, ભાજપવાળાએ કે કોંગ્રેસવાળાએ અપહરણ કર્યું છે એ વાત સાવ ખોટી છે. અત્યારે અમો બધા સાથે જ છીએ. અત્રે ઉલ્લેખનીય છે કે આ વીડિયોમાં સુરેશભાઈ એક પણ શબ્દ બોલતા નથી.

જુવો વીડિયો….

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/H1vrbxTYK6h3bx1pZJ3Wn3

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો