વાંકાનેર: ઢુવા ગામના સરપંચે સરપંચ પદેથી આપ્યું રાજીનામું

વાંકાનેર: તાલુકાના ઢુવા ગામ દબાણ હટાવવાના પ્રશ્ને ચર્ચામાં છે, ત્યારે વધુ એક ચર્ચાસ્પદ સમાચાર સામે આવ્યા છે આ ગામના સરપંચે સરપંચ પદેથી રાજીનામું આપી દીધું છે.

મળેલ માહિતી મુજબ ઢુવા ગામના સરપંચ અસવાર નરેન્દ્રભાઈ દિલુભાઈ ગત તારીખ 27/ 1 / 2017 ના રોજ સરપંચનો ચાર્જ સંભાળ્યો હતો અને ત્યારથી તેઓ સરપંચ પદે હતા. છેલ્લા કેટલાક દિવસથી ઢુવા પંચાયત દબાણ હટાવવાના મામલે ચર્ચામાં આવી હતી તેવામાં જ ઢુવા ગામના સરપંચે રાજીનામું આપ્યું હોવાથી વધુ ચર્ચામાં આવેલ છે.

અમારા માહિતી સોર્સમાંથી મળેલ માહિતી મુજબ ઢુવા ગામના સરપંચને બે થી વધુ સંતાન હોવાની ફરિયાદ ઉચ્ચ લેવલે થઈ હતી જેમની તપાસ આવતાં તેમને બે થી વધુ સંતાન હોવાનું ખુલ્યું હતું. જેથી તેમણ રાજીનામું આપ્યાની લોક ચર્ચા થઈ રહી છે. ઢુવાના સરપંચે રાજીનામું આપ્યું હોવાની બાબતે વાંકાનેર ટીડીઓનો સંપર્ક કરતાં તેઓએ પણ સરપંચે સ્વૈછીક રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું હતું.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/Jq8kxzgbA3lAYVUrRB9OJC

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો