Placeholder canvas

હવે રિલાયન્સ રાજકોટને દર 4 કલાકે 20 હજાર લીટર ઓકસીજન આપશે.

આજે સવારે જ બે ટેન્કર 40 હજાર લીટર ઓકસીજન આવ્યો; સપ્લાય મળતો જ રહેશે.

રાજકોટ શહેર-જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી ઓકસીજનની અછત મામલે મુખ્યમંત્રીનું ધ્યાન દોરાયા બાદ આજથી રાજકોટને દૈનિક 140 મેટ્રીક ટન ઓકસીજનનો જથ્થો આપવા રિલાયન્સ કંપની સાથે સમજુતી થઈ છે અને આજે સવારે જ 40 હજાર લીટર ઓકસીજન ભરેલા બે ટેન્કરો રાજકોટ આવી ગયા હોવાનું જાણવા મળેલ છે.રાજકોટ શહેરની સિવિલ, સમરસ, કેન્સર, ઈએસઆઈ ઉપરાંત 40 જેટલી ખાનગી હોસ્પીટલોને દરરોજ 110 ટન ઓકસીજન જરૂરિયાત છે.

છેલ્લા ત્રણ દિવસથી સરકાર તરફથી માત્ર 80થી85 ટન જેટલો ઓકસીજન મળતો હતો જેનો બેકલોગ ત્રણ દિવસથી ખેચાતો હતો. ગઈકાલે પણ રાજકોટ શહેર જિલ્લામાં ઓકસીજનની ઘટ 30થી35 ટન જેટલી હતી. ઓકસીજનની અછત મુદે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું ધ્યાન દોરાતા ગઈકાલ રાત્રીથી રાજકોટને દરરોજ 100 ટન ઓકસીજન જથ્થો મળે તેવી જામનગર સ્થિત રિલાયન્સ કંપની સાથે વાતચીત થયા બાદ રિલાયન્સે રાજકોટને દૈનિક હવેથી દર 4 કલાકે 20 હજાર લીટર ઓકસીજન ભરેલું એક ટેન્કર રવાના કરવાની સહમતી આપી હતી.

એ દરમ્યાન આજે સવારે જ જામનગર રિલાયન્સથી 20 હજાર લીટરના બે ટેન્કર ભરીને ઓકસીજન આવી ગયા હતા. હવેથી દર 4 કલાકે એક-એક ટેન્કર રાજકોટને મળતું રહેશે. પરિણામે રાજકોટને દરરોજ 100 થી 110 ટન ઓકસીજન નિયમિત મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી હોવાનું જણાવાયું હતું.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/LC90we6qAfoJHF0t6wYIqj

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો