મોરબી જિલ્લાના 15 PHC, 3 CHC અને 1 DH કેન્દ્રને કાયાકલ્પ એવોર્ડ
સ્વચ્છતા,રોગોનો ઈલાજ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પ્રાથમિક સુવિધાઓને ધ્યાને લઈને એવોર્ડ અપાયો : જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જે.એમ કતીરાના હસ્તે કેન્દ્રોને એવોર્ડ અર્પણ કરાયા
વાંકાનેર તાલુકાના ઢુંવા, કોઠી, મેસરિયા અને સિંધાવદર પી.એચ.સી.ને મળ્યા એવોર્ડ
મોરબી : મોરબી જિલ્લામાં 15 પીએચસી, 3 સીએચસી અને 1 ડીએચ કેન્દ્રને કાયાકલ્પ એવોર્ડ આપવામાં આવ્યો છે. જેમાં સ્વચ્છતા,રોગોની આરોગ્ય લક્ષની સુવિધાઓ,પ્રાથમિક સુવિધાઓ,ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિતની બાબતોની ગુણવત્તાને ધ્યાને લઈને આ એવોર્ડ આપવામાં આવ્યો છે.જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જે.એમ કતીરાના હસ્તે પીએચસી, સીએચસી અને ડીએચ કેન્દ્રને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.
મોરબી જિલ્લામાં કુલ 30 પીએચસી અને 6 સીએચસી 5 અર્બન પીએચસી, 1 એસડીએચ અને 1 ડીએચ કેન્દ્ર ગામડાઓમાં લોકોને આરોગ્ય લક્ષી સુવિધા આપવા કાર્યરત છે.ત્યારે 30 માંથી 16 પીએચસી કેન્દ્રને કાયાકલ્પ એવોર્ડ આપવામાં આવ્યો છે એટલે જિલ્લાના અડધોઅડધ પીએચસીનો આ એવોર્ડમાં સમાવેશ થયો છે. જ્યારે 6 માંથી 3 સીએચસી તેમજ 1 ડીએચને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.
મોરબી જિલ્લાના બગથળા, ઘુટુ અને લાલપર પી.એચ.સી.એ જિલ્લા કક્ષાએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન હાંસલ કરેલ છે. આ ઉપરાંત મોરબી તાલુકાના આમરણ, ભરતનગર, ખાખરાળા અને રાજપર પી.એચ.સી. અને સી.એચ.સી., જેતપર ડી.એચ., મોરબી, ટંકારા તાલુકાના લજાઈ અને સાવડી પી.એચ.સી. તથા સી.એચ.સી. ટંકારા, માળિયા તાલુકાના ખાખરેચી અને સરવડ પી.એચ.સી., વાંકાનેર તાલુકાના ઢુંવા, કોઠી, મેસરિયા અને સિંધાવદર પી.એચ.સી. તથા હળવદ તાલુકાના ટિકર રણ પી.એચ.સી. તથા સી.એચ.સી. હળવદને કાયાકલ્પ એવોર્ડ મળેલ છે.
આ એવોર્ડ માટે 200 થી વધુ ક્રાઇટ એરીયાના છ મુખ્ય ભાગોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સ્વચ્છતા, વેસ્ટ મેનેજમેન્ટ, ઇન્સ્ટક્શન કંટ્રોલ એટલે કે રોગોનો ચેપ ન ફેલાવવો,ઇન્ફેક્શન ન થવું, શોચાલય,પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓ,રોગો વિશે સઘન જાણકારો સાહિનની બાબતોની ચકાસણી કર્યા બાદ આ એવોર્ડ આપવામાં આવ્યો હતો.જેમાં જિલ્લા આરોગ્ય અધિકારી જે એમ કતીરા,ડો.હાર્દિક રંગપરિયા, ડો.ચેતન વારેવડીયા સહિતના હસ્તે જે તે પીએચસી અને સીએચસી કેન્દ્રના તબીબોને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…
https://chat.whatsapp.com/FhWQhEgwM79JCLkxAayZB3
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…