એરફોર્સમાં ભરતી: ધોરણ-12 પાસ માટે ઉત્તમ તક
એરફોર્સમાં એરમેન માટેની ભરતી પ્રક્રિયા 2 જાન્યુઆરીથી શરૂ થશે, 20 જાન્યુઆરી પહેલા કરો ઑનલાઇન અરજી
ભારતીય વાયુસેનામાં સામેલ થવા માટે રાહ જોઈ રહેલા યુવાઓ માટે ખુશખબર છે. વાયુ સેનાએ એરમેનની પદ પર ભરતી પ્રક્રિયા શરૂ કરી છે. આ ભરતીઓ ગ્રુપ એક્સ અને વાયમાં કરવામાં આવશે. આ પદો પર ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર ઓફિશિયલ વેબસાઇટ airmenselection.cdac.in પર જઈને ઑનલાઇન અરજી કરી શકે છે. આ પદો પર અરજીની પ્રક્રિયા 2 જાન્યુઆરીથી શરૂ થઈ રહી છે અને 20 જાન્યુઆરી સુધી ચાલશે. તેથી ઉમેદવાર આ તારીખ સુધી કે તે પહેલા ઑનલાઇન અરજી કરી શકે છે.
શૈક્ષણિક લાયકાત
ગ્રુપ X લાયકાત : ગ્રુપ Xની પોસ્ટ પર અરજી માટે ઉમેદવાર માન્યતા પ્રાપ્ત બોર્ડથી વિજ્ઞાન પ્રવાહ (Science Stream)માં ધોરણ-12 પાસ હોવા જોઈએ.આ ઉપરાંત એન્જિનિયરિંગમાં ત્રણ વર્ષનો ડિપ્લોમા અને ડિગ્રી હોવી જોઈએ.
ગ્રુપ Y લાયકાત : ગ્રુપ Yની પોસ્ટ પર અરજી કરવા માટે ઉમેદવારને કોઈ પણ માન્યતા પ્રાપ્ત સંસ્થાનથી કોઈ પણ સ્ટ્રીમમાં 50 ટકા માર્ક સાથે ધોરણ-12 પાસ હોવું જરૂરી છે.
ઉંમર : આ પદો પર અરજી કરવા માટે મહત્તમ ઉંમર 21 વર્ષ હોવી જોઈએ.
સિલેક્શન પ્રક્રિયા :
ઉમેદવારોની સિલેક્શન ફેઝ 1 (ઑનલાઇન ટેસ્ટ), ફેઝ 2 ટેસ્ટ, ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ (PFT), અડેપ્ટિબિલિટી ટેસ્ટ-1 (ગ્રુપ X અને ગ્રુપ Y ટ્રેડ્સ માટે), અડેપ્ટિબિલિટી ટેસ્ટના આધાર પર કરવામાં આવશે.
ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…
https://chat.whatsapp.com/FhWQhEgwM79JCLkxAayZB3
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…