Placeholder canvas

ડુંગળીની લુંટ: રાજકોટ-ગોંડલ હાઇવે પર વાહનમાંથી ડુંગળી ઢોળાતા લોકોએ ‘લૂંટ’ ચલાવી!

ટ્રેક્ટરમાંથી બોરી તૂટી જતાં ડુંગળી હાઇવે પર પથરાઈ ગઈ હતી, લોકો જીવની પરવા કર્યા વગર ડુંગળી લેવા માટે દોડી ગયા.

રાજકોટ : ગરીબોની કસ્તૂરી ગણાતી ડુંગળી અત્યારે ઊંચા ભાવને કારણે લોકોને રડાવી રહી છે. ગત અઠવાડિયે ડુંગળીનો ભાવ રેકોર્ડ સ્તર પર પહોંચી ગયો હતો. સૌરાષ્ટ્રમાં ડુંગળીનો પાક હવે તૈયાર થઈ ગયો હોવાથી ખેડૂતો વાહનો ભરીને ડુંગળી વેચવા માટે રાજકોટ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવી રહ્યા છે. ગુરુવારે રાજકોટ-ગોંડલ હાઇવે પર રસ્તા પર ડુંગળી ઢોળાયા બાદ લોકોએ રીતસરની લૂંટ ચલાવી હતી.

ગુરુવારે રાજકોટ-ગોંડલ હાઇવે પર એક ટ્રેક્ટરમાંથી ડુંગળી રસ્તા પર પડી હતી. ટ્રેક્ટરમાં રહેલી ડુંગળીની એક બોરી તૂટી જતાં ડુંગળી રસ્તા પર પથરાઈ ગઈ હતી. જે બાદમાં રસ્તેથી પસાર થતા લોકોએ જીવની પરવા કર્યા વગર ડુંગળીની લૂંટ ચલાવી દીધી હતી.

આ સમાચારને શેર કરો