Placeholder canvas

વાંકાનેર: રાણેકપર ગામને ત્રણ વર્ષે મળ્યું નર્મદાનું પાણી

વાંકાનેર: રાણેકપર ગામમાં છેલ્લા ત્રણ વર્ષથી નર્મદાનું પાણી મળતું નહોતું જે આજથી શરૂ થયુ છે.

વાંકાનેર તાલુકાના રાતિદેવળી બેઠકના જિલ્લા પંચાયતના સદસ્ય જાહિરઅબ્બાસ શેરસીયા રાણેકપર ગામની મુલાકાતે ગયા હતા ત્યારે ત્યાં લોકોએ પીવાના પાણીનો મોટો પ્રશ્ન હોવાની રજૂઆત કરી હતી જેમની અનુસંધાને જાહિરઅબ્બાસ શેરસિયા આ બાબતની પાણી પુરવઠામાં રજૂઆત કરી હતી અને સતત એમનું ફોલોઅપ લઈ રહ્યા હતા ત્યારે આજે તેમનું સુખદ પરિણામ સામે આવ્યું છે. આ પ્રકરણમાં શેરસીયા ને ડેપ્યુટી એન્જિનિયર બલદાણીયા અને તેમની ટીમનો ખૂબ સારો સહકાર મળ્યો હતો

અત્રે ઉલ્લેખનીય છે કે રાણેકપર ગામમાં છેલ્લા ત્રણ વર્ષથી નર્મદાનું પીવાનું પાણી બંધ હતું તે જાહીરઅબ્બાસ શેરસિયાની રજૂઆતથી આજથી ફરી પાછું નર્મદાનું પાણી ચાલુ થઈ ગયું છે, અને ગામલોકોને પડતી પાણીની મુશ્કેલીનું નિવારણ આવ્યું છે.

આ સમાચારને શેર કરો