Placeholder canvas

મિયાણા સમાજની zoom app ના માધ્યમથી ઓનલાઈન મિટિંગ મળી

ગુજરાત મિયાણા સમાજ મિત્ર મંડળ દ્વારા મિયાણા સમાજની zoom app ના માધ્યમથી ઓનલાઈન મિટિંગ મળી હતી, જેમા શિક્ષણ,રાઈટ ટુ એજ્યુકેશન, વિચરતી-વિમુક્તજાતી ને લગતા મુખ્ય મુદ્દાઓ રહ્યા હતા, તે સાથે મિયાણા સમાજ ના વિદ્યાર્થીઓ જેમના વાલીઓની આર્થિક પરિસ્તીથી નબળી હોવાના કારણે ઉચ્ચ શિક્ષણ ના મેળવી શક્યા હોય તેવા વિદ્યાર્થીઓ માનસિક મનોબળ સાથે આર્થિક રીતે પણ ગુજરાત મિયાણા સમાજ મિત્ર મંડળ દ્વારા મદદ કરવા માં આવશે, જેથી વિદ્યાર્થી સમાજની મદદથી આગળ વધી શકે, આવા વિદ્યાર્થી રિયાઝ અબ્બાસભાઈ ભટ્ટી કે જેઓ ગ્રેજ્યુએશન પૂરુ કરી લીધુ હોય તે ભણવા માટે સક્ષમ હોય, તે વિદ્યાર્થી ને ગુજરાત મિયાણા સમાજ મિત્ર મંડળ દ્વારા તમામ ખર્ચ ઉપાડવાની જાહેરાત કરી હતી, સાથે સાથે દરેક ક્ષેત્રે સાથે રહી તમામ સુવિધાઓ પુરી પાડવા માં આવશે, તેવી ખાત્રી આપી હતી,

આ ઉપરાંત ગુજરાતના ખૂણે ખૂણેથી આવા હોંશિયાર મિયાણા સમાજ ના વિદ્યાર્થી નુ સર્વે કરી તથા સંપર્ક સાધી ને જે વિદ્યાર્થી અને વાલીઓ ને જાણ થતા ગુજરાત મિયાણા સમાજ મિત્ર મંડળ નો સંપર્ક સાધી શકશે તેવી જાહેરાત અને અપીલ કરવામાં આવી હતી, તેમજ પુરે પૂરો સાથ સહકાર આપવાની જાહેરત કરી હતી,

આ ઉપરાંત સરકારી યોજના રાઈટ ટુ એજ્યુકેશન વિશે જન જાગૃતિ કાર્યક્રમો ચલાવી મિયાણા સમાજ ના લોકો ને જાગૃત કરવા માં આવશે, જેથી ગુજરાત ની ટોચની પ્રાઇવેટ શાળાઓ માં પણ મિયાણા સમાજ ના બાળકો મફત શિક્ષણ મેળવી પોતાનુ ભવિષ્ય ઉજવળ કરી શકે, આ ઉપરાંત મિયાણા સમાજ વિચરતી-વિમુક્ત જાતિ (NTDNT) સમાવેશ હોય તેના પણ લાભ સરકારશ્રી ની યોજના માં શિષ્યવૃતિ, આર્થિક પગભર થવા માટે લૉન, મહિલાઓ ને પગભર થવા માટે ભેંસ લૉન થી લઈને ગૃહ ઉદ્યોગ અને સરકારી નોકરીઓ ની ભરતી માં વગેરે વગેરે માં પણ વિચરતી-વિમુક્ત જાતિ (NTDNT) ના માં સમાવેશ જાતિ ને લાભ મળતા હોય, તે માટે ગુજરાત માં દરેક ગામ-શહેર દરેક જિલ્લા માં રહેતા મિયાણા સમાજ ના લોકો માટે વિચરતી-વિમુક્ત જાતિ (NTDNT) જાતિ ના દાખલા કઢાવા માટે કેમ્પેઈન ચલાવવા માં આવશે, જેથી મિયાણા સમાજ દાખલા કઢાવી ને સરકાર શ્રી ની યોજના નો લાભ મેળવી શકે, તેવુ ગુજરાત મિયાણા સમાજ મિત્ર મંડળ ના સમાજ ના સેવકો દ્વારા નિર્ણયો લેવા માં આવેલ હતા.

આ મિટિંગમાં ઈસ્માઈલભાઈ સમાણી અમદાવાદ, ઈમ્તિયાજભાઈ જામ મોરબી, અબ્બાસભાઈ જામ ગાંધીનગર, ઇમરાનભાઈ જામ વાકાનેર, આમીનભાઈ ભટ્ટી માળીયા મિયાણા,જુસબભાઈ જેડા માળીયા મિયાણા, સાહીલાબેન જી. કટિયા રાજકોટ, ઈકબાલભાઈ કટિયા મોરબી, નૂરમમદભાઈ (બાબા) અમદાવાદ, અબ્બાસભાઈ જામ માળીયા મિયાણા, સોહીલભાઈ જામ રાજકોટ, કાસમભાઈ કટિયા વિરવીદારકા, ઈકબાલભાઈ સંઘવાણી માળીયા મિયાણા, વસીમભાઈ જામ મોરબી, વીગેરે સામાજિક કાર્યકરો જોડાઈને મિયાણા સમાજના વિકાસ માટે યોગદાન આપ્યુ હતું.

મોબાઈલ એપ્સ
ઝડપથી સમાચાર મેળવવા માટે play storeમાં જઈને કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો… નીચેની લિંક પર ક્લિક કરીને પણ ડાઉનલોડ કરી શકાશે…

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

વોટ્સએપ:-
આ ઉપરાંત કપ્તાનના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/Jse1BNncG9P7UIplHGIPcK

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ, સિગ્નલ અને ઇન્સ્ટાગ્રામ મા પણ જોડાઈ શકો છો…

આ સમાચારને શેર કરો