Placeholder canvas

રાજકોટમાં સિવિલની કોવિડ હોસ્પિટલ ફૂલ, હવે AIIMS હોસ્પિટલમાં દર્દીને સારવાર અપાશે.

એક અઠવાડિયા સુધી રાજકોટમાં કોરોનાના કેસમાં ઘટાડો થયા બાદ ફરી એકવાર કોરોનાના કેસમાં ચોંકાવનારો વધારો થતા રાહતનો શ્વાસ લેતા શહેરીજનોમાં ફરી કોરોનાથી દહેશત ફેલાઈ છે. આજે રાજકોટ શહેરમાં કોરોનાના નવા કેસ મળી આવતા તંત્રમાં હડકંપ મચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં 57 દર્દીઓના ના મોત નિપજયા છે. ગઈકાલે 53 મોતમાંથી 12ના કોરોનાથી મોત થયા હોવાનું સતાવાર સુત્રોએ જાહેર કર્યું છે.

બીજી બાજુ આજે સમાચાર મળી રહ્યા છે કે રાજકોટ સિવિલમાં કોવિડ હોસ્પિટલ ફૂલ થઈ ગઈ હોવાના સમાચાર મળી રહ્યા છે. ત્યારે એક નિર્ણય લેવાયો છે, જેમાં હવે AIIMS હોસ્પિટલમાં કોરોના દર્દીઓને સારવાર આપવાનો નિર્ણય કરાયો છે. કોરોનાની સારવાર માટે AIIMSમાં કોરોનાના બેડ તૈયાર કરાયા છે. સિવિલ હોસ્પિટલ બહાર ખાનગી વાહનોની કતારો લાગી છે. ડોક્ટર દ્વારા કતારમાં રહેલા દર્દીઓની સારવાર પણ કરવામાં આવી રહી છે. ડોક્ટરો પર પોલીસ બંદોબસ્ત સાથે દર્દીઓની તપાસ કરી રહ્યા છે અને ઈમરજન્સી લાગે તો દર્દીને કોવિડ હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે.

રાજકોટ સિવિલ કોવિડ હોસ્પિટલમાં કોરોના દર્દીઓની કતારો યથાવત રહી છે. એટલું નહીં, હાલ રાજકોટથી અન્ય એક મોટા સમાચાર મળી રહ્યા છે. રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં 57 દર્દીના મોત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. ડેથ ઓડિટ કમિટી હવે આખરી નિર્ણય કરશે. ગઈકાલે 66માંથી 23ના કોરોનાથી મોતનો રિપોર્ટ સામે આવ્યો હતો. આ રિપોર્ટ ડેથ ઓડિટ કમિટી દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો.

અત્રે નોંધનીય છે કે, રાજકોટમાં કોરોના નબળો પડયો હોવાના ગણીત મંડાયા હતા. છેલ્લા બે દિવસમાં કોરોનાના કેસ 500ની અંદર પહોચી જતા તંત્ર અને લોકોમાં હાશકારો થયો હતો. જો કે છેલ્લા સાત દિવસથી કોરોનાની રફતાર ધીમી પડી હોવાના દાવા કરવામાં આવ્યા હતા પરતું આ દાવાનો કલાકોમાં જ પરપોટો ફુટી ગયો હતો. રાજકોટ શહેરમાં ગઈકાલે 363 કેસ નોંધાયા બાદ ફરી એક દિવસમાં 244 કેસનો વધારો થયો છે. સવારે ચૌધરી હાઈસ્કૂલમાં કોરોનાના દર્દીઓની લાઈનો એકદમ ઘટી ગઈ હતી. પરતું કલાકોમાં જ ફરી વાહનોના થપ્પા લાગી ગયા હતા.

રાજકોટ શહેરમાં કોરોનાના કુલ કેસ 32904 થઈ ગયા છે. જયારે પણ 4180 દર્દીઓ સારવારમાં છે સતત 11માં દિવસે કોરોનાના કેસ કરતા સાજા થયેલ દર્દીઓની સંખ્યમાં વધારો થયો છે. આજે 702 લોકોએ કોરોનાને હરાવતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. દરમિયાન કોરોનાના દર્દીઓની આજે પણ બેડ, રેમડેસીવર માટે રઝળપાટ યથાવત રહી હતી.

આ સમાચારને શેર કરો