રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં સર્જાયેલી આગ દુર્ઘટનાનો તપાસ રિપોર્ટ મુખ્યમંત્રીને સુપ્રત કરાયો
ગુજરાત હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધિશ જસ્ટીસ ડી. એ. મહેતાએ અમદાવાદની શ્રેય હોસ્પિટલ અને રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં સર્જાયેલી આગ દુર્ઘટનાઓના તપાસ અહેવાલ ગાંધીનગરમાં સુપ્રત કર્યા હતા.
ગત ઓગસ્ટ મહિનામાં અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં તેમજ નવેમ્બર માસમાં રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગની દુર્ઘટનાઓની તપાસ માટે કમિશન ઓફ ઇન્કવાયરી એક્ટ હેઠળ ગુજરાત હાઇકોર્ટના નિવૃત્ત જસ્ટીસ ડી. એ. મહેતા તપાસ પંચની નિમણૂક કરવામાં આવી હતી. તપાસના અંતે હાઇકોર્ટના નિવૃત્ત જસ્ટીસ ડી. એ. મહેતાએ પોતાના આ તપાસ પંચના રિપોર્ટ સરકારને સુપ્રત કર્યા હતા.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/CqPke8yvV46B8vGujhfwyh
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…