Placeholder canvas

વાંકાનેર: પંચાસર પાસે મચ્છુ નદીમાં ભત્રીજા બાદ કાકાનો મૃતદેહ મળ્યો

વાંકાનેર :વાંકાનેરના પંચાસર પાસે મચ્છુ નદીમાં કાકા-ભત્રીજાનું વારાફરતી ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. જો કે બે દિવસ અગાઉ બાળકની લાશ મળ્યા બાદ ગઈકાલે કાકાની પણ લાશ મળી હતી. આ બનાવમાં નદીમાં ભત્રીજાને ડૂબતો બચાવવા જતા કાકાનું પણ મોત નીપજ્યું હોવાનું પોલીસનું તારણ છે.

વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર તાલુકાના પંચાસર ગામેં રહેતા જીતેન્દ્રભાઇ રામજીભાઇ ધામેચા (ઉ.વ.૨૫) નું ગઈકાલે તા.૩૦ વાંકાનેરના પંચાસર મચ્છુ નદી પરના ચેકડેમમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું અને તેમની ડેડબોડીને પીએમ અર્થે વાંકાનેર સરકારી હોસ્પિટલમાં ખસેડાઇ હતી.

આ બનાવ અંગે પોલીસના જણાવ્યા મુજબ મૃતક જીતેન્દ્રભાઈ અને તેમનો ભત્રીજો ધુળેટીના દિવસે વાંકાનેરના પંચાસર પાસે મચ્છુ નદીમા ન્હાવા જતી વખતે અકસ્માતમાં ડૂબી ગયા હોવાનું અનુમાન છે. ભત્રીજો નદીમાં ડૂબતો હોય તેને બચાવવા જતા કાકાનું પણ મોત થયું હોવાનું પોલીસે પ્રાથમિક તારણ દર્શાવ્યું છે.

આથી બે દિવસ પહેલા બાળકની લાશ મળી આવ્યા બાદ ગઈકાલે કાકાની પણ લાશ મળી આવી હતી. આ બનાવથી તેમના પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.પોલીસે હાલ અકસ્માતે મોતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો