Placeholder canvas

રાજકોટ: CAAના સમર્થનમાં તિરંગા યાત્રા, CM રૂપાણએ ફલેગ ઓફ આપી

રાજકોટ: શહેરમાં નાગરિક્તા સંશોધન કાયદા (CAA)ના સમર્થનમાં યોજાયેલ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં હજારોની સંખ્યામાં માનવમહેરામણ ઉમટ્યું હતું. શહેરના બહુમાળી ભવન પાસે આવેલ સરદા૨ પટેલની પ્રતિમાને ફૂલહા૨ કરીને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ફલેગ ઓફ આપી આ યાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

આ તિરંગા યાત્રામાં બે ક઼િમી.ના તિરંગા સાથે 11 હજા૨ જેટલા વિદ્યાર્થીઓ જોડાયા હતાં. તેની સાથે શહે૨ની વિવિધ જ્ઞાતિ સમાજોના હોદેદારો, તબીબો, વકીલો, ઉદ્યોગપતિઓ તેમજ નગ૨જનો વિશાળ સંખ્યામાં જોડાયા હતા. રાષ્ટ્રીય એક્તા સમિતિ દ્વારા રેસકોર્ષ નજીક બહુમાળી ભવન પાસેથી પ્રારંભ થયેલી આ તિરંગા યાત્રા નિશ્ચિત કરેલા રૂટ પ૨ ફરી જયુબેલી બાગ પાસે મહાત્મા ગાંધીની પ્રતિમએ સમાપન થયેલ હતી તિરંગા યાત્રાના રૂટ પ૨ ઠે૨ ઠે૨ ઉભા કરાયેલા સ્ટેજ પ૨થી ભા૨તીય સંસ્કૃતિની ઝલક દર્શાવતી કૃતિઓ ૨જુ ક૨વામાં આવી હતી.

જે બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રેસકોર્સ ગ્રાઉન્ડમાં ઉભા કરાયેલા ખાસ મંચ પરથી ઉપસ્થિત વિશાળ જનમેદનીને સંબોધી હતી. અહીં મંચ ઉપર સંતો-મહંતો, ધારાસભ્યો, સાંસદો સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતાં.

આ તકે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ CAAના સમર્થનમાં જણાવ્યું કે, મુસ્લિમ, જૈન અને હિંદૂ સમાજ બધા જ સમાજોના આગેવાનો અને ધર્મગુરૂઓ આજે CAAના સમર્થનમાં બહાર આવ્યા છે. નરેન્દ્રભાઇ અને અમિતભાઇએ ઐતિહાસિક નિર્ણય કર્યો છે તેનું આ સમર્થન છે. ગુજરાતમાં અલગ-અલગ મહાનગરોમાં દરેક જગ્યાએ આ રેલી નીકળી રહી છે. ગુજરાતમાં આજે CAAને વ્યાપક પ્રમાણમાં જનસમર્થન મળી રહ્યું છે. કોંગ્રેસ મુસ્લિમોને ગેરમાર્ગે દોરી રહી છે. CAAથી અન્ય દેશમાંથી આવેલા શરણાર્થીઓને નાગરિકતા આપવાની છે કોઇની નાગરિકતા પર તરાપ મારવાની વાત જ નથી. આથી દેશમાં રહેતા લોકોએ ડરવાની કોઈ જરૂર નથી.

આ સમાચારને શેર કરો