રાજકોટ: ફોર્ચ્યુનરના ડ્રાઇવરે મોડી રાત્રે સર્જ્યો અકસ્માત
પોલીસ આરોપીઓની ધરપકડ કરે તે પહેલા લોકોનાં ટોળાએ આરોપીઓને માર માર્યો હતો.
રાજકોટ : શહેરનાં કોટેચા સર્કલ પાસે બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા ભારે હોબાળો મચ્યો છે. ફોર્ચ્યુનર અને અન્ય કાર વચ્ચે અકસ્માત સર્જાતા ફોર્ચ્યુનર કારમાં બેઠેલા શખ્સોએ અન્ય કારનાં ચાલકોને માર માર્યો હતો. મારમારનાર લોકોની પોલીસે ધરપકડ કરવામાં આવી છે. પોલીસ આરોપીઓની ધરપકડ કરે તે પહેલા લોકોનાં ટોળાએ આરોપીઓને માર માર્યો હતો.
આ મામલે મળતી માહિતી પ્રમાણે, કોટાચા સર્કલ પાસે ગઇકાલે રાતે ફોર્ચ્યુનર અને અન્ય એક કાર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. જેમાં અન્ય સફેદ રંગની કારને આગળનાં ભાગમાં નુકસાન થયેલું દેખાય છે.
રાતે થયેલા આ અકસ્માતમાં ફોર્ચ્યુનર કારમાં જૂનાગઢનાં શખ્સો સવાર હતાં. આ લોકોએ અકસ્માત બાદ સામેવાળી કારનાં લોકોને માર માર્યો હતો. આ જોતા જ ત્યાં ભેગુ થયેલુ ટોળું માર મારી રહેલા ફોર્ચ્યુનર કારનાં શખ્સોને મેથીપાક આપીને પોલીસને જાણ કરી હતી. જે બાદ પોલીસે આ લોકોની ધરપકડ કરીને તેમની કાર પણ જપ્ત કરી હતી.
આ મામલે સ્થાનિક પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ કરશે. આ અકસ્માતમાં લોકોનાં ટોળેટોળા ઉમટી પડ્યા હતાં.