રાજકોટ: Google Mapની મદદથી લાઇવ લોકેશન મેળવી પોલિસે જુગારધામ પર દરોડા પાડ્યા!
રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં નામચીન બશિર ઉર્ફે કાળું ના રહેણાંક મકાનમાં ઘોડિપાસા ની કલબ ચાલતી હોવાની ચોક્કસ બાતમીના આધારે ભક્તિનગર પોલોસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. પોલોસે દરોડા દરમિયાન વેશ પલટો કર્યો હતો અને ગૂગલ મેપ ને આધારે દરોડો પડ્યો હતો. પોલીસે દરોડામાં 14 જુગારીઓને પકડી પડ્યા હતા.
આ વિસ્તારમાં હાઇપ્રોફાઇલ જુગારધામ ચાલતું હોવાની ચોક્કસ બાતમીના આધારે પોલીસે ખાસ એક્શન પ્લાન બનાવ્યો હતો. પોલીસે ચોક્સ સ્થળે પહોંચાડવા માટે ટીમને સાદા વેશમાં જુગારધામ પર મોકલ્યા હતા. ટીમે જુગારધામ શોધી અને જંગલેશ્વર જેવા ભરચક વિસ્તારમાંથી Googleનું લાઇવ લોકેશન મોકલ્યું હતું. આ લોકેશનના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.

પોલીસે જુગારધામ પર દરોડા પાડવા માટે અલગ અલગ 3 ટિમો બનાવી હતી. પોલીસે વેશપલટો કરી રીક્ષા, સાઇકલ જેવા વાહનો સાથે આજી નદીના પટમાંથી જંગલેશ્વર વિસ્તાર માં પ્રવેશ કર્યો હતો.
દરોડા પાડતા પહેલાં પોલીસે લાઈવ લોકેશન શેર કરી જુગારધામ ચાલતું હતું તે ઘર નું લોકેશન મેળવી તેને ટાર્ગેટ કર્યું હતું. આમ પોલીસે ટેકનોસેવી બની અને જુગારધામને ઝડપી પાડ્યું હતું.