Placeholder canvas

રાજકોટ: મેયરપદે પ્રદીપ ડવ, સ્ટે. ચેરમેનપદે પુષ્કર પટેલ તથા ડેપ્યુટી મેયરપદે ડૉ. દર્શીતાબેન શાહની પસંદગી

રાજકોટ : આજે સવારે સુરત, જામનગર બાદ રાજકોટ મહાનગરપાલિકાના હોદેદારોની જાહેરાત કરવામાં આવી હતી.

મેયર તરીકે વોર્ડ ન.12માં થી ચૂંટાયેલા યુવા કોર્પોરેટર પ્રદીપ ડવ ની વરણી કરવામાં આવી છે. પ્રદીપ ડવ કોંગ્રેસના રનિંગ કોર્પોરેટર વિજય વાંકને હરાવી જાયન્ટ કિલર તરીકે વિજયી થયા હતા. પ્રદીપ ડવ રાજકોટ યુવા ભાજપના પ્રમુખ હતા.

ડેપ્યુટી મેયર તરીકે ફરી એક વાર ડૉ. દર્શિતાબેન શાહની નિમણુંક કરવામાં આવી છે. વોર્ડ નં.૨માં થી ચૂંટાયેલા ડૉ. દર્શિતાબેન શાહ 2015થી 2017 સુધી આ પદ પર રહી ચૂક્યા છે. પદાધિકારીઓમાં જૈન સમાજના પ્રતિનિધિ નો સમાવેશ કરવામાં આવ્યો છે.

સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે વોર્ડ ન.9 માંથી જંગી લીડથી ચૂંટાયેલા પુષ્કર પટેલના નામની જાહેરાત કરવામાં આવી છે. તેઓ આ પેહલા પણ સ્ટેન્ડિંગ ચેરમેન રહી ચૂક્યા છે. તેઓએ પૂર્વ સાંસદ હરિભાઈ પટેલ અને પૂર્વ મેયર મંજુલાબેન પટેલ ના પુત્ર છે.

વિનુભાઈ ધવાને શાસક પક્ષના નેતા અને વોર્ડ ન ૧૩માંથી ચૂંટાયેલા સુરેન્દ્રસિંહ વાળાને દંડક બનાવાયા છે.

આ સમાચારને શેર કરો