રાજકોટ: રૂપિયાની લેતીદેતીમાં પોપટપરાની પઠાણ યુવતીનું અપહરણ

  • ઓડિયો ક્લિપ વાયરલ થતા પોલીસ ધંધે લાગી : તપાસ શરૂ
  • અપહ્યતની માતાને સુરજસિંહ રાણાના નામે એક વ્યક્તિએ કોલ કરી કહ્યું કે, “તારી છોકરીને 2 લાખ આપ્યા હતા, હવે એણે એક રૂપિયો પણ આપ્યો નથી, રૂા.2.50 લાખ ખાતામાં નાખ તો તારી દીકરીને છોડી મુકીશું”
  • વાયરલ ઓડિયો ક્લિપમાં યુવતી રડી રહી છે ને માતાને કહીં રહી છે કે આ લોકો મને પરેશાન કરે છે, મને ક્યાં લાવ્યા છે એ મને ખબર નથી: પ્રદ્યુમનનગર પોલીસે તપાસ હાથધરી

રાજકોટ: રૂપિયાની લેતી-દેતીમાં પોપટપરાની પઠાણ યુવતીનું અપહરણ થયું હોવાની ઓડિયો ક્લિપ વાયરલ થતા પોલીસ ધંધે લાગી છે. અપહ્યતની માતાને સુરજસિંહ રાણાના નામે એક વ્યક્તિએ કોલ કરી કહ્યું કે, “તારી છોકરીને 2 લાખ આપ્યા હતા, હવે એણે એક રૂપિયો પણ આપ્યો નથી, રૂ.2.50 લાખ ખાતામાં નાખ તો તારી દીકરીને છોડી મુકીશું” વાયરલ ઓડિયો ક્લિપમાં યુવતી રડી રહી છે ને માતાને કહીં રહી છે કે આ લોકો મને પરેશાન કરે છે, મને ક્યાં લાવ્યા છે એ મને ખબર નથી પ્રદ્યુમનનગર પોલીસે તપાસ હાથ ધરી છે.

રાજકોટના પોપટપરા વિસ્તારમાં રહેતી તાન્યા પઠાણ નામની યુવતી ઘરેથી ક્યાંક નીકળી ગઈ હતી. પરિવારે તપાસ કરી હતી પણ તે મળી આવી નહોતી. આ દરમિયાન તાન્યાની માતા સમીન પઠાણને એક કોલ આવે છે જેમાં સૂરજસિંહ રાણા બોલું છું તેમ કહી એક વ્યક્તિ વાત કરે છે તે કહે છે. તે તાન્યાની માતાને કે, તારી દીકરીને મકસુદના કહેવાથી રૂ.2 લાખ આપ્યા હતા. તેણીએ 2.50 લાખ પાછા આપશે તેવું નક્કી કર્યું હતું. પણ એક રૂપિયો નથી આપ્યો, તેમ કહી એ વ્યક્તિ તાન્યા સાથે સમીનબેનને ફોન પર વાત કરાવે છે ત્યારે તેને તન્યા ફોનમાં કહે છે કે આ લોકો તેનું અપહરણ કરી ગયા છે. અને ખૂબ હેરાન કરી રહ્યા છે. દીકરી રડતા રડતા એની માતાને વાત કરે છે કે, આ લોકો પાસે તેના બેંક એકાઉન્ટની વિગતો પણ છે. આ પછી ફરી સુરજસિંહ તરીકે પોતાની ઓળખ આપતો વ્યક્તિ ફોન પર ધમકી આપે છે કે, રૂ.2.50 લાખ તારી દીકરીના એકાઉન્ટમાં નાખી દે એટલે તારી દીકરીને મારો માણસ આવીને મૂકી જશે. હવે હું બીજો ફોન નહીં કરું.

આ ઓડિયો વાયરલ થયા બાદ પ્રદ્યુમનનગર પોલીસના પીઆઇ એલ.એલ. ચાવડા અને તેમની ટીમે તપાસ હાથ ધરી છે, આ ખરેખર અપહરણ છે કે પછી કોઈ આયોજન બદ્ધ ષડ્યંત્ર છે? તે દિશામાં પણ તપાસ શરૂ કરાઇ છે.

કપ્તાનના સમાચાર ઝડપથી અને સૌથી પહેલાં વાંચવા માટે કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો…

કપ્તાની મોબાઇલ એપ ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો…https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો