રાજકોટમાં કાલાવડ રોડ ઉપર યુવતીની સરાજાહેર છેડતી કરાય.
આજકાલ સમગ્ર દેશ અને રાજ્યમાં મહિલાની છેળતી અને રેપ જેવી ઘટના વારંવાર સામે આવી રહી છે. આ જોતા એવું લાગે કે અહીં કાયદા કે પોલીસનો આવા આવારા તત્વોને કોઈ ડર રહ્યો નથી.
આવી જ એક ઘટના રાજકોટમાં સામે આવી છે. રાજકોટના કાલાવડ રોડ જેવા હાર્દસમા વિસ્તારમાં કેકેવી હોલ પાસે સરાજાહેર એક યુવતીની છેડતી કરવામાં આવી હતી, આ છેડતી કરનારા તત્વો કોઈના ડર વગર સરાજાહેર બિન્દાસ રીતે છેડતી કરીને ત્યાંથી ભાગી ગયા હતા.
પોલીસ તેમની આદત મુજબ બધુ પતી ગયા પછી આવી હતી અને પૂછપરછ તેમજ તપાસ શરૂ કરી છે પરંતુ ત્યાં સુધીમાં આ આવારા તત્વો ક્યાં ના કયાં પહોંચી ગયા હશે. આમ હવે રાજકોટ રંગીલામાંથી રિસ્કી બનતું જાય છે.